વિક્રમ ઠાકોર પહોંચ્યા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ માં, બાપા માટે ગાયુ ગીત અને પહેલીવાર શેર કર્યો બાળપણનો પ્રસંગ...

વિક્રમ ઠાકોર પહોંચ્યા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ માં, બાપા માટે ગાયુ ગીત અને પહેલીવાર શેર કર્યો બાળપણનો પ્રસંગ...

અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ ના શતાબ્દી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે 15 ડીસેમ્બર થી ચાલી આવી રહેલો મહોત્સવ હવે 15 જાન્યુઆરી અંતીમ ચરણો મા છે એ વચ્ચે તાજેતરમાં ફેમસ ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર પ્રમુખ સ્વામી નગર બાપાના આર્શીવાદ મેળવવા પહોંચ્યા હતા.

પ્રમુખસ્વામી મહારાજ ની વિશાળ પ્રતિમા સામે નતમસ્તક વંદન કરી બાપા ના ચરણ કમળને વંદન કરી તેમને સ્વામીજીના આર્શીવાદ લીધા હતા શતાબ્દી મહોત્સવ પ્રદશન શો અક્ષરધામ પ્રતિકૃતિ ગ્લો ગાર્ડન બાળનગરી લાઈટ શો જોઈ તેઓ પ્રભાવિત થયા હતા મિડીયા સાથેની વાતચીતમાં માં વિક્રમ ઠાકોરે જણાવ્યું.

હતું કે પ્રમુખસ્વામી મહારાજ ને ના મળી શકવાનો મને ખૂબ જ દુઃખ છે પરંતુ આજે પણ બાપા આપણા હૃદયમાં બિરાજમાન છે આજે શતાબ્દી મહોત્સવ માં આવીને મારું જીવન ધન્ય થઈ ગયું છે પ્રમુખસ્વામી નગરમાં સેવા આપતા સ્વયં સેવકો ને પણ વંદન છે તેઓ સતત ઘણા દિવસો થી સેવા આપી રહ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજ ના જીવન માંથી ઘણું શીખવા મળે છે એમનું જીવન હંમેશા લોક સેવા ને સમર્પિત રહ્યું છે વિક્રમ ઠાકોરે પ્રમુખ સ્વામી મહારાજ માટે પોતાના કંઠે કેમ કરી ભુલાય પ્રમુખસ્વામી બાપાને કેમ કરી ભુલાય એવું ગીત પણ ગાયું હતું તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ઘણી તસવીરો શેર કરિને આનંદ વ્યક્ત કર્યો હતો.

વિક્રમ ઠાકોર અભિનય ક્ષેત્રે ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં તેમની ખુબ લોકપ્રિયતા છે તેઓ ની સોસીયલ મિડિયા પર લાખો ફેન ફોલોવર છે જે તેમની દરેક તસવીરો પર પ્રેમ વરસાવતા રહે છે પ્રમુખસ્વામી નગર ની મુલાકાત ની તસવીરો પર પણ લોકો એ પસંદ કરીને ખુબ પ્રેમ આપ્યો હતો.

Post a Comment

Previous Post Next Post