લંડન થી ગીતાબેન રબારી એ શેર કરી વેસ્ટર્ન લુક માં તસવીરો… જુઓ...

લંડન થી ગીતાબેન રબારી એ શેર કરી વેસ્ટર્ન લુક માં તસવીરો… જુઓ...

‘રાણા શેરમાં રે’ ગીત થી પ્રખ્યાત થયેલા ગુજરાતી લોકગાયિકા ગીતાબેન રબારીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેમણે ગાયેલા ગીત પર માત્ર મોટા જ નહીં નાના બાળકો પણ ડોલવા લાગે છે.

ગીતાબેન રબારી ‘મા તારા આશીર્વાદ અમને ઘણા ફળ્યા છે’, ‘ઢોલ નગારા વાગ્યા કરે મારો કાનુડો રાસડે રમ્યા કરે’ તેમજ ‘શ્રાવણ કેરો માસ આયો’ જેવા અનેક ગીતો ગાઈ ચૂક્યા છે. તેમનું નામ ગુજરાતના ખૂણે ખૂણે જાણીતું છે. તેઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશ માં પણ ધૂમ મચાવે છે.

સોશિયલ મીડિયા પર ગીતા રબારીનાં ચાહકોની સંખ્યા મોટી છે અને તે પણ ખુબજ એક્ટિવ રહે છે. હાલમાં તેમણે તેમનાં સોશિયલ મીડિયા પેજ પર ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે ખુબજ સ્ટાઇલિશ જોવા મળી રહ્યાં છે. તેમની તસવીરો અને વીડિયો પર ચાહકો પ્રેમ લુંટાવી રહ્યાં છે.

હાલમાં ગીતા રબારી લંડનમાં છે અને એક ડાયરાનો કાર્યક્રમ કરી રહ્યાં છે ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર તેમની કેટલીક તસવીરો શેર કરી છે તેઓ યુકેમાં રહેતા ગુજરાતીઓને પોતાનાં તાલનાં આધારે ઝુમવા માટે ગીતાબેન રબારી ત્યાં પહોંચ્યા છે. અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આમ તો તમે ગીતા રબારીને રબારી પહેરવેશમાં જ જોવો છો. સોનાનાં દાગીનાથી લથપથ ગીતા બહેનનો આ સોબર અને સ્ટાલિશ લૂક તમને ગમશે.

લંડન આઇની સામે ગીતા બેને પોઝ આપ્યો છે.


તેમની આ તસવીરો જોઇને ફેન્સ તેનાં પર ફિદા થઇ ગયા છે અને ફેન્સની સાથે સાથે ફ્રેન્ડ્સ કિંજલ દવે, ઉર્વશી રાદડિયાએ પણ તેમની તસવીરો પર લાઇક્સ અને કમેન્ટ્સ કરી છે.


ગૂચીનાં શૉ રૂમમાંથી શોપિંગ કરીને બહાર પોઝ આપતાં ગીતાબેન રબારી


લંડનનાં લેન્સટરમાં યોજાયેલાં ડાયરાની તસવીરો અને વીડિયો પણ તેણે શેર કર્યો હતો. આ ડાયરામાં ઝુમતા અને પાઉન્ડનો વરસાદ કરતાં નજર આવે છે.

Post a Comment

Previous Post Next Post