ગુજરાતની મશહૂર ગાયિકા કિજંલ દવે પરીવાર સાથે ખજુરભાઈ ના ઘેર પહોંચી, ખુબ મસ્તી કરતા હળવાશ ની પળો માણી...

ગુજરાતની મશહૂર ગાયિકા કિજંલ દવે પરીવાર સાથે ખજુરભાઈ ના ઘેર પહોંચી, ખુબ મસ્તી કરતા હળવાશ ની પળો માણી...

ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોક સેવા અને પરોપકારી કાર્યો થતી ખૂબ જ નામના મેળવનાર 200થી વધારે ગરીબ નિરાધાર બે સહારા લોકોના મકાન બનાવી આર્થિક સહયોગ કરનાર કોમેડી કલાકાર ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની ની ગુજરાતભર માં ખુબ લોકપ્રિયતા છે તેમનું નામ આજે એ લિસ્ટમાં છે.

જેમના એક અવાજે લાખોની જનમેદની ઉમટી પડે છે તાજેતરમાં ખજુર ભાઈના નિવાસસ્થાને ગુજરાતી ફેમસ સિગંર કિજંલ દવે તેમના પિતા લલિત દવે અને તેમનો નાનો ભાઈ પહોંચ્યા હતા અને ખજુર ભાઈ સાથે આનંદ ની લાગણી સાથે વાતો કરતા જોવા મળ્યા હતા ખજુર ભાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે.

જેમાં એક તસવીર મા કિજંલ દવે ને ભેટી તેઓ ઉભા છે બિજી તસવીર મા કિજંલ દવે ખજુરભાઈના આર્શીવાદ લે છે તો ખજુરભાઈ પણ કિંજલ દવે ના પડે પડી આર્શીવાદ લેતા જોવા મળે છે અન્ય તસવીરો માં લલીત દવે સાથે ખજુર ભાઈ કિજંલ દવે તેમનો ભાઈ અને તરુણ જાની હસતા એક સાથે ઉભા છે આનંદ અને મનોરંજન સાથે બંને.

પરીવારનો ખુબ જ ખુશી થી વાતચીત કરતા જોવા મળે છે આ સુદંર તસવીરો શેર કરતા ખજુર ભાઈ એ કેપ્સનમા લખ્યું હતું કે મારી બહેન કિંજલ દવે અને તેમનો પરીવાર મારા ઘેર આવ્યો હાર્ટ ઈમોજી રાખી તેમને લખ્યું હવે તે મારી સાળી બની ચુકી છે ફની ઈમોજી પેસ્ટ કરીને મિનાક્ષી દવે ને ટેગ કરીને તરુણ જાની લલીત દવેને ટેગ કર્યા હતા.

થોડા સમય પહેલા જ ખજુર ભાઈ ની સગાઈ મિનાક્ષી દવે સાથે થઈ હતી જેની તસવીરો સોશિયલ મીડિયા ખજુર ભાઈ એ શેર કરી હતી મિનાક્ષી દવે અને કિંજલ દવે વચ્ચે પારીવારીક સંબંધો હોઈ શકે એવું તેમની પોસ્ટ પરથી લાગતું હતું આ તસવીરો ને ફેન્સ ખુબ પસંદ કરી ખજુર ભાઈ અને કિંજલ દવે ના પરીવાર ની શુભેચ્છા મુલાકાત ને પ્રેમ આપી રહ્યા છે.

Post a Comment

Previous Post Next Post