દેવાયત ખવડ ના મારામારી વાળા કેસ મા મોટા સમાચાર ! દેવાયત ખવડ અને તેના સાગરિત હરેશ રબારીએ સેશન્સ કોર્ટ....

દેવાયત ખવડ ના મારામારી વાળા કેસ મા મોટા સમાચાર ! દેવાયત ખવડ અને તેના સાગરિત હરેશ રબારીએ સેશન્સ કોર્ટ....

ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર દેવાયત ખવડ હવે જેલના સળિયા ગણી રહ્યાં છે. આપણે જાણીએ છે કે, મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કારણે દેવાયત ખવડ લાંબા સમય બાદ પોલીસ સમક્ષ હાજર થયા હતા. જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. રીમાન્ડ પૂર્ણ થયા બાદ દેવાયત ખવડને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

હાલમાં ફરી એકવાર આ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ દેવાયત ખવડ સામે 3 ગુનાઓ દાખલ છે. જેમાંના એક ગંભીર ગુનાની નોંધ છે. 2015માં ચોટીલામાં મારામારીના ગુના હેઠળ દેવાયત ખવડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી તો 2017માં સુરેન્દ્રનગરમાં આર્મ્સ એક્ટ હેઠળ દેવાયત ખવડ વિરૂદ્ધ ગુનાઓ નોંધાયેલા છે.

મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ છેલ્લા કેટલાંય દિવસોથી ફરાર હતા જેથી મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોચી હતી. જેથી દેવાયત ફિલ્મી ઢબે પોલીસ સમક્ષ હાજર થયો હતો. ત્યારે ક્ષત્રિય સમાજે પણ આ અંગે પોલીસમાં રજૂઆત કરી હતી. હાલમાં તો દેવાયત ખવડ પોલીસ ની કસ્ટડીમાં છે.

આપણે જાણીએ છે કે, દેવાયત ખવડના એકવાર પણ જામીનની અરજી નકારવામાં આવી હતી. ફરી એકવાર ગઈકાલે દેવાયત ખવડ અને તેના સાગરિત હરેશ રબારીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી હવે જોવાનું એ રહ્યું છે કે, શું આ જામીન અરજી સ્વીકારવામાં આવશે કે નહીં.

Post a Comment

Previous Post Next Post