અમદાવાદ ખાતે શતાબ્દી મહોત્સવ માં બાબા રામદેવની એન્ટ્રી થતાં માનવ મહેરામણ હીલોળે ચડ્યું, જાણો શું કહ્યું…

અમદાવાદ ખાતે શતાબ્દી મહોત્સવ માં બાબા રામદેવની એન્ટ્રી થતાં માનવ મહેરામણ હીલોળે ચડ્યું, જાણો શું કહ્યું…

અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ નો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે 15 ડીસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી એક મહીના સુધી 600 એકર જમીન માં આ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે 200 એકર જમીન માં પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામા આવ્યું છે રોજ લાખો દેશ વિદેશમાં થી લોકો અહીં ઉમટી પડે છે.

દેશના બિઝનેસમેન સાથે કલાકારો અને એના આર આઈ પણ આમાંથી બાકાત નથી એ વચ્ચે તાજેતરમાં ભારતભરમા યોગગુરુ ના નામે પ્રચલીત બાબા રામદેવ પ્રમુખસ્વામી નગરની મુલાકાતે પહોંચતા માનવ મહેરામણ તેમની સાથે તસવીરો લેવા માટે ઉલટી પડ્યું હતું બાબા રામદેવને જોતા તેમના ભાવીકો દોડી આવ્યા હતા.

બાબા રામદેવે પ્રમુખ સ્વામી મહારાજ ની વિશાળ પ્રતિમા સામે હાથ જોડી ને આશીર્વાદ મેળવ્યા હતા તેમની સાથે કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોહિલ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ આર ની રમન્ના એનસીપી નેતા પ્રફુલ પટેલ વજુભાઈ વાળા અમુલના આર એસ સોઢી સાસંદ નરહરી અમીને બાબા રામદેવ સાથે.

પોતાની ઉપસ્થિતિ દર્શાવી હતી આ ખાન અવસર પર બાબા રામદેવે શતાબ્દી મહોત્સવ ને સાંસ્કૃતિક ક્રાંતિનો મહોત્સવ ગણાવ્યો‌ હતો તેમને જણાવ્યું હતું કે આ ક્ષણ જીવનભરની સ્મૃતિ છે મેં મારી આંખોથી ત્રણ કુંભના દર્શન કર્યા છે પણ અમદાવાદ માં આવીને હુ 600 એકર માં નિર્માણ થયેલા આ સાંસ્કૃતિક મહાકુંભ ના દર્શન કરી રહ્યો‌ છુ.

આગળ તેમને જણાવ્યું હતું કે 1000 વિવેકી સંતોષી સનાતની સંતોના દર્શન કરીને એમનામાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થાય છે પ્રમુખસ્વામી મહારાજના આ નગર વિશે જણાવતા તેમને કહ્યું હતું કે આ આધુનિક પ્રબંધક નહીં પરંતુ પ્રમુખસ્વામીની દિવ્ય શક્તિઓ કામ કરી રહી છે તેમને જણાવ્યું હતું કે આજથી.

30 વર્ષ પહેલાં હું પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવા આવેલો હતો ત્યારે મને કોઈ ઓળખતું નથી આજે વિશ્વભરમાં યોગગુરૂ તરીકે મને ઓળખે છે લોકો તે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી મને પ્રાપ્ત થયું છે ખરેખર હું એમના શરણમાં આવીને ધન્ય થઈ ગયો પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિઓ આજે પણ મારા મનમાં અકબંધ છે તેમના આશીર્વાદ ના.

કારણે હું વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી રહ્યો છું મારા માટે એ ધન્ય છે કે હું પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવા નો લાભ લઈ શક્યો બાબા રામદેવ સ્વામિનારાયણ સંતોના મહંતોના સાથે વાતચીત કરી ખૂબ લાંબો સમય સુધી રોકાયા હતા અને ત્યારબાદ તેઓએ પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા સામે નતમસ્તક વંદન કરીને વિદાય લીધી હતી.

Post a Comment

Previous Post Next Post