તારક મહેતાના જેઠાલાલ સહપરિવાર પ્રમુખ સ્વામી નગર પહોંચ્યા, કહ્યું- મારી સીરિયલ 14 વર્ષથી ટોપમાં રહી, તે બાપાની પ્રસાદી...

તારક મહેતાના જેઠાલાલ સહપરિવાર પ્રમુખ સ્વામી નગર પહોંચ્યા, કહ્યું- મારી સીરિયલ 14 વર્ષથી ટોપમાં રહી, તે બાપાની પ્રસાદી...

હાલ અમદાવાદમાં સ્વામિનારાયણ નો રળિયામણો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. BAPS સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામીની નિશ્રામાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અમદાવાદ શહેરના અમદાવાદ શહેરના રિંગરોડ પર ઓગણજ સર્કલ નજીક 600 એકરમાં બનાવવામાં આવેલા પ્રમુખ સ્વામી નગરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે ઉદ્ઘાટન કર્યું છે.

આ મહોત્સવ 1 મહિના સુધી ચાલવાનો છે. આ ઉત્સવ માં ભાગ લેવા માટે દેશ-વિદેશના હરિભક્તો ઉપરાંત જાણીતી હસ્તિઓ પણ અમદાવાદની મહેમાન બની છે. જે અંતર્ગત તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમ દિલીપ જોશી પણ સહપરિવાર પ્રમુખ સ્વામી નગર પધાર્યા છે. તારક મહેતા કા ઉલટા ચશ્મામાં પોતાના પાત્ર ‘જેઠાલાલ’ના નામે ઘરે-ઘરે જાણીતા દિલીપ જોશી આજે સહપરિવાર પ્રમુખ સ્વામી નગરમાં આવી પહોંચ્યા હતા.

અહીં જેઠાલાલે એટલે કે દીલીપ જોશી એ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી ઉજવવા માટે ખૂબ જ મોટા સ્કેલ પર આયોજન કરવામાં આવ્યું છે. જેનું મેનેજમેન્ટ વર્લ્ડ ફેમસ છે એવી BAPS સંસ્થા દ્વારા 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરીના 1 મહિના સુધી આ મહોત્સવનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. અહીં સુંદર બાળ નગરી અને ગ્લો ગાર્ડન છે.

આગળ વાત કરતા જણાવ્યું કે – આજે અહીં મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીમાં હાજરી આપવાનો મોકો મળ્યો તેનો મને આનંદ છે. હું આજે મારા પરિવાર સાથે મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યો છું.

વધુમાં જેઠાલાલે જણાવ્યું કે, હું ફેબ્રુઆરી-2008માં સત્સંગમાં જોડાયો અને 28 જુલાઈ, 2008માં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની શરૂઆત થઈ. આથી મારું એવું માનવું છે કે, આ બાપાની પ્રસાદીની સીરિયલ છે, જેમણે મને આ સીરિયલ અપાવી. આ બાપાનો ચમત્કાર જ છે કે, 14 વર્ષથી આ સિરીયલ ચાલી રહી છે અને ટોપ-10માં આવી રહી છે.

અમારી સીરિયલના પ્રોડ્યૂસર આસિત મોદીએ પણ તીથિ પ્રમાણે 1 ડિસેમ્બરે પ્રમુખ સ્વામીનો જન્મદિન હતો, ત્યારે તારક મહેતાના એક એપિસોડમાં જન્મ શતાબ્દી વિશે માહિતી આપતો એક સીન ઉમેર્યો હતો. આસિત મોદીએ પણ સુંદર રીતે બાપાના જન્મોત્સવની જાહેરાત તારક મહેતા કા ઉલટા ચશ્માના એપિસોડમાં કરી.

Post a Comment

Previous Post Next Post