આજે કલયુગના સમયમાં માણસ એટલો આગળ વધી ગયો છે કે, પોતાની બુદ્ધિમતા અને ટેક્નોલોજીની મદદથી ચાંદ અને મંગળ પર પહોંચી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક સરાહનીય અને ગજબ ઘટના બની છે. આ વાત જાણીને તમે પણ આશ્ચય પામી જશો.
આપણા સમાજમાં દીકરીઓને દીકરા જેટલું માન સન્માન નથી મળતું પરંતુ ખરા અર્થે તો માત્ર દીકરી જ ખરું સંતાન છે જે જીવનભર માતાપિતાને પ્રેમ કરે છે.
હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, એક યુવતીએ પોતાના માતાપિતાની સેવા કરવા માટે આ જીવન લગ્ન ન કરવાનો નિર્ણય લીધો અને સમાજમાં ઉત્તમ પ્રેરણારૂપ બન્યા
આ પ્રેરણાદાયી વાત છે, 40 વર્ષીય ડિમ્પલ દેસાઈની જેઓ સુરતના નાનપુરા વિસ્તારમાં પોતાના માતા પિતા સાથે રહે છે અને તેમના મોટા બહેન દુબઈ સ્થાયી થયા છે. લગ્ન માટે તેમના માતા પિતાએ અનેક મુરતિયા જોયા હતા પરંતુ યોગ્ય પાત્ર ન મળતા તેમણે લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો હતો.
પોતાનામાટે યોગ્ય પાત્ર ન મળતા તેઓએ લગ્ન ન કરવાનું અને માતા પિતાની સેવા કરવાનો નિર્ણય કર્યો હતો. આ જગતમાં કોઈ એકલાવાયુ જીવન જીવી શકતું નથી અને આમ પણ દરેક સ્ત્રીને માતૃત્વ ઝંખતી જ હોય છે. હાલમાં જ તેમને લગ્ન કર્યા વગર જ બે જોડિયા દીકરાને જન્મ આપ્યો છે. તમે પણ વિચારશો કે આ કઈ રીતે શક્ય બને. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ કઈ રીતે બન્યું.
સંતાન માટે ડિમ્પલે મહત્વનું નિર્ણય કરી આઈવીએફ દ્વારા સિંગલ મધર બનવાનું નક્કી કર્યું હતું. આજના સમયમાં આ ટેક્નોલોજી દ્વારા અનેક નિઃસંતાન દંપતીએ સંતાન સુખ મેળવે છે અને ખરેખર ભલે આ માનવીનું સજર્ન હોય પરંતુ આ ઈશ્વરનો જ એક ચમત્કાર છે કે આજે માણસ આધુનિક રીતે પણ સંતાનને જન્મ આપે છે.
ડિંમ્પલ માટે આ પગલું સામાજિક રીતે ખૂબ જ પડકાર જનક હતો પણ મક્કમ મન અને માતા-પિતા બહેન તેમજ મિત્રનો સપોર્ટ મળતા આઈવીએફ કરવવાનું નક્કી કર્યું અને ઈશ્વરની કૃપાથી તેમને ત્યાં બે જોડિયા બાળકો નો જન્મ થયો છે. ડિમ્પલની ટ્રીટમેન્ટ કરતા ગાયનેક ડોક્ટર રશ્મિ પ્રધાન ફેમિલી ડોકટર જ નહિ પણ તેમના સારા મિત્ર પણ છે.
જ્યારે ડિમ્પલ એ આજીવન લગ્ન ન કરવાના નિર્ણય કર્યો ત્યાર બાદ ડોક્ટર રશ્મિ પ્રધાને આઈવીએફ માતા બનવાનો વિચાર તેમના સામે મૂક્યો હતો. અને ત્યારબાદ ડિમ્પલ એ પણ સિંગલ મધર બનવાનો નિર્ણય કર્યો હતો. અને પછી તેણે આ માટે પોતાના માતા પિતા તેમજ બહેનને વાત કરતા તેઓએ પણ તેના આ નિર્ણયને મંજૂરી આપી હતી.ડિમ્પલ બેન આજે દરેક મહિલાઓ માટે ઉદાહરણરૂપ સાબિત થયા છે.