સુરતના વેપારીએ ગામ મા રહેતાં વડીલોને પ્લેન મા બેસાડી હવાઈયાત્રા કરવાનુ સપનું પૂરું કર્યુ ! અમરેલી ના...

સુરતના વેપારીએ ગામ મા રહેતાં વડીલોને પ્લેન મા બેસાડી હવાઈયાત્રા કરવાનુ સપનું પૂરું કર્યુ ! અમરેલી ના...

સુરતના વેપારીએ ગામ મા રહેતાં વડીલોને પ્લેન મા બેસાડી હવાઈયાત્રા કરવાનુ સપનું પરુ કર્યુ ,!કોણ કહે છે કે, ક્યારેય સપનું સાચું નથી પડતું! જો આત્મા વિશ્વાસ હોય અને જીવનમાં લખ્યું જ હોય તો એક દિવસ દરેક સપનાઓ સાચા થાય છે, આજે અમે આપને એક એવી જ ઘટના વિશે જણાવશું.

સુરતના વેપારીએ ગામ મા રહેતાં વડીલોને પ્લેન મા બેસાડી હવાઈયાત્રા કરવાનુ સપનું પરુ કર્યુ !આ ઘટનાં વિશે સંપૂર્ણ માહિતી જાણીએ. આપણે જાણીએ છે છે કે, સુરત શહેર અલગ છે અને અહીંયા ની વાતો પણ!

ઘટના જાણે એમ બની હતી કે,કતારગામ ગજેરા સર્કલ પાસે ભવાની હાઇટ્સમાં રહેતા છગનભાઇ રણછોડભાઇ સિમેડિયા 15 વર્ષ પહેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામમાં ખેતીકામ કરતા હતા. બાદમાં હીરાનો વેપાર કરવા માટે સુરત આવ્યા હતા. તેઓ સુરત અને બેલ્જિયમમાં હીરાની ઓફિસ ધરાવે છે. સુરતમાં હીરાને વેપારમાં સાધન સંપન્ન બન્યા બાદ વતનનું ઋણ અદા કરવાનું ચૂક્યા નથી.

છગનભાઇએ ગામના નવ વડીલોને સ્વખર્ચે હવાઈ યાત્રા કરાવવાનો નિર્ધાર કર્યો હતો, તેથી તેમણે ગામના નવ વડીલોની અમરેલી-સુરત ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. ગુરુવારે વહેલી સવારે તેઓ અમરેલીથી ફ્લાઈટમાં બેઠા હતા. સવારે દસ વાગે સુરત એરપોર્ટ પર ઊતર્યા હતા. એરપોર્ટથી ઘર સુધી વાહનની વ્યવસ્થા પણ કરાવવામાં આવી હતી. નવ વડીલોને સુરતમાં વિવિધ જોવાલાયક સ્થળે ફેરવવામાં આવશે.

બાદમાં તેઓ સુરતમાં રહેતા પોતાના સ્વજનોના ઘરે જઇને અનુકૂળતા અનુસાર વતન પરત ફરશે. જીવનમાં સૌપ્રથમવાર હવાઈ યાત્રા કરી વડીલો ખુશખુશાલ થઈ ગયા હતા.છગનભાઇ ગામમાં ખેતી કરતી વખતે ખૂબ મહેનત કરતા હતા. ખેતરમાં કામ કરતી વખતે આ વડીલોની મહેનત પણ તેમણે નિહાળી હતી.

આ વડીલો પણ છગનભાઇ સાથે ખેતરમાં ખેતીકામ કરતા હતા. છગનભાઇને ખેતીકામમાં મદદ કરનાર વડીલોનું ઋણ ચૂકવવા માટે તેમને હવાઇ યાત્રા કરાવવાનો નિર્ણય કર્યો હતો.

Post a Comment

Previous Post Next Post