સુલતાનપુર માં પરિવાર ની હાલત જોઈ ખજુરભાઈ પણ રડી પડ્યા… 25 વર્ષ થી પરિવાર ભોગવે છે દુઃખ…

સુલતાનપુર માં પરિવાર ની હાલત જોઈ ખજુરભાઈ પણ રડી પડ્યા… 25 વર્ષ થી પરિવાર ભોગવે છે દુઃખ…

ગુજરાત માં સોનુ સુદ તરીકે ઓળખાતા ખજુરભાઈ ઉર્ફ નીતિનભાઈ જાની ને આજે કોઈ ઓખળતું ના હોઈ તેવું ભાગ્યે જ બની શકે. હંમેશા લોકો ની મદદ માટે તત્પર રહેતા ખજુરભાઈ ની સેવા આજે પણ અવિરત પણે ચાલુ જ છે. થોડા દિવસ પેહલા જ ખજુરભાઈ એ 9 દિવ્યાંગ બાળકો ને રહેવા માટે 3 ઘર બનાવી આપ્યા હતા.

પણ હાલ ખજુરભાઈ એ જે સેવા નું કાર્ય કર્યું છે તે જોઈ ને કોઈ ની પણ આંખો માં આંસુ આવી જશે. ખજુરભાઈ એ મુકેલા વિડિઓ પ્રમાણે સુલતાનપુર ગામ માંથી ખજુરભાઈ ને ખુબ જ મેસેજ આવેલા કે એક જરૂરિયાતમંદ પરિવાર ને ખજુરભાઈ ની મદદ ની જરૂર છે અને જયારે ખજુરભાઈ ત્યાં પહોંચ્યા તો પરિવાર ની હાલત જોઈ ખજુરભાઈ પણ રડી પડ્યા હતા.

સુલતાનપૂર ગામ માં સૌપ્રથમ LLB ની ડિગ્રી મેળવનાર અને છોકરાવ ને ટ્યુશન કરાવતા ત્યારે તેમના ભાઈ નું ઘર ભાંગી જતા બહેન ને એટલો આઘાત લાગ્યો કે ત્યાર થી તેમની માનસિક સ્થિતિ ખરાબ થઇ ગઈ અને 25 વર્ષ થી ઘર ની બહાર તથા ગામ માં આપત્તિજનક સ્થિતિ માં રહેતા. ભાઈ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પણ આંખો જતી રહેતા આવક એક માત્ર સ્ત્રોત પણ અટકી ગયેલ.

તેમજ બંને ભાઈ બહેન ની સાર સંભાળ રાખતા તેમના માં થી વિશેષ માસી એ વર્ષો થી નિસ્વાર્થ ભાવ થી બંને ની સેવા કરી અને ખવડાવ્યું આ બધું જયારે ખજુરભાઈ એ જોયું ત્યારે તે પણ મન મૂકી ને રડી પડ્યા.

હાલ ખજુરભાઈ એ તાત્કાલિક ધોરણે તેમનું મકાન બનાવાનું તેમજ બધી જરૂરિયાત ની સામગ્રી પુરી પાડવાની જવાબદારી લીધી છે. તેમજ ખજુરભાઈ એ ભાઈ ની આંખો નો ઈલાજ અને બહેન ની માનસિક સ્થિતિ ના ઈલાજ માટે જે કઈ પણ થઇ શકે તે કરવાની વાત પણ કરી છે.

Post a Comment

Previous Post Next Post