પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા USથી આવ્યો Googleનો કર્મચારી, બે વર્ષથી જુઓ શેની કરી હતી પ્લાનિંગ...

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા USથી આવ્યો Googleનો કર્મચારી, બે વર્ષથી જુઓ શેની કરી હતી પ્લાનિંગ...

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્વમાં દેશ-વિદેશથી ભક્તો સેવા કરવા માટે આવી રહ્યા છે. ગૂગલમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે ફરજ બજાવતા અક્ષર મોદી યુએસથી સેવા આપવા આવ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જોડાઈ રહ્યા છે સ્વયંસેવકો

USથી ગૂગલના કર્મી અક્ષર મોદી સ્વયંસેવક તરીકે જોડાયા

અક્ષર મોદી ગૂગલની ઓફિસમાં સોફ્ટવેર એન્જિનિયરની બજાવે છે ફરજ

1 મહિનાની રજા લઈને સેવા આપવા પહોંચ્યા અક્ષર મોદી:

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. જેની માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ગઇકાલે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે અને આ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેશે. અમિત શાહના હસ્તે આજે માનવ ઉત્સવનો પ્રારંભ થશે. 1 મહિના સુધી નગરમાં માનવ ઉત્સવ ચાલશે.

ગૂગલમાં સોફ્ટવેર એન્જીનિયર તરીકે ફરજ બજાવતા ભક્ત મહોત્સવમા સેવા આપવા પહોચ્યા:

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્વમાં દેશ-વિદેશથી ભક્તો સેવા કરવા માટે આવી રહ્યા છે. ત્યારે 60 હજાર જેટલા સ્વયંસેવકો પ્રમુખ સ્વામી નગરમાં ઉપસ્થિત છે. ત્યારે ગુગલમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે ફરજ બજાવતા અક્ષર મોદી યુએસથી 1 મહિનાની રજા લઈને સેવા આપવા પહોચ્યા હતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પહોચ્યા બાદ તેઓએ vtv સાથે વાતચીત કરી હતી. ત્યારે અક્ષર મોદીએ જણાવ્યું હતું કે તેણે મહોત્સવમાં સેવા આપવા માટે 2 વર્ષથી રજા લીધી નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજનું ઋણ ચૂકવવાના પ્રયાસરૂપે સેવામાં જોડાયો છે. તેમ જણાવ્યું હતું.

રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ આવશે તેવો અંદાજ:

તમને જણાવી દઇએ કે, 1 મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ આવશે તેવો અંદાજ છે. તદુપરાંત શનિ-રવિએ તો આ સંખ્યા કદાચ 2થી 3 લાખે પહોંચી શકે છે. ત્યારે આટલા મોટા આયોજનમાં પાર્કિંગથી લઈને મુલાકાતીઓનું સંચાલન કરવા માટેનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે.

પ્રમુખસ્વામી નગરમાં રોજબરોજ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે:

1 મહિના સુધી ચાલનારા આ શતાબ્દી મહોત્સવમાં 15 જાન્યુઆરી સુધીમાં અનેક મહાનુભવો આની મુલાકાત લેશે. આજથી સામાન્ય જનતા માટે 600 એકરમાં બનેલા નગરના દ્વાર ખુલી જશે. બપોરના 2 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી આ નગર ખુલ્લું રહેશે. આ પ્રમુખસ્વામી નગરમાં રોજબરોજ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે.

પ્રધાનમંત્રી અને મહંતસ્વામીના હસ્તે ઉદઘાટન:

મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ નરેન્દ્ર મોદી, મહંત સ્વામી, મુખ્યમંત્રી, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા અને ત્યાર બાદ આ સ્ટેજ  થોડા અંતર સુધી પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ આગળ વધ્યું હતું. જ્યાં તેમણે પ્રમુખ સ્વામીની ચરણ વંદના કરી હતી. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં પીએમ મોદીની સભામાં 1 લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. ઉપરાંત  અમદાવાદ સહિત અન્ય શહેરમાંથી હરિભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

ક્યા દિવસે ક્યા કાર્યક્રમ યોજાશે:

- એક મહિના સુધી દરરોજ સાંજે વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે. સાથે 5 વિશાળ ડોમમાં વિવિધ થીમ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાશે.

- આજે એટલે કે 15મી ડિસેમ્બરે અમિત શાહનું આગમન, ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો પ્રારંભ થશે. 

- 16મી ડિસેમ્બરે સંસ્કૃતિ દિવસની ઉજવણી કરાશે.

- 17મી ડિસેમ્બરે પરાભક્તિ દિનની ઉજવણી.

- 18-19 ડિસમ્બરે  મંદિર ગૌરવ દિને મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સ યોજાશે, ગુરુભક્તિ વંદના કાર્યક્રમ યોજાશે. 

- 20 ડિસેમ્બરે સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓ મંચ પરથી એકતાનો સંદેશ આપશે.

- 21-22 ડિસેમ્બરે સમરસતા અને આદિવાસી ગૌરવ દિન. આ દિવસે શંકરાચાર્યજી સ્વામી સદાનંદજી મહારાજ ઉપસ્થિત રહેશે. 

- 23 ડિસેમ્બરે અધ્યાત્મ અને આરોગ્ય દિન

- 24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ-જીવન પરિવર્તન દિન

- 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંત સંમેલન

- 26 ડિસેમ્બરે સ્વામિનારાયણ સંત સાહિત્ય-લોક સાહિત્ય દિન

- 27 ડિસેમ્બરે વિચરણ-સ્મૃતિ દિન

- 28 ડિસેમ્બરે સેવા દિન 

- 29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન

- 30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન

- 31 ડિસેમ્બરે તત્વજ્ઞાન સમારોહ

- 1 જાન્યુઆરીએ બાળ-યુવા કિર્તન આરાધના

- 2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન

- 3-4 જાન્યુઆરીએ દેશ-વિદેશના બાળકો-યુવાનોની રોમાંચક રજૂઆતો

- 5 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમ

- 6 જાન્યુઆરીએ અખાતી દેશના વડા-રાજાઓની ઉપસ્થિતિ

- 7 જાન્યુઆરીએ નોર્થ અમેરિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ

- 8 જાન્યુઆરીએ યુ.કે યુરોપના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ

- 9 જાન્યુઆરીએ આફ્રિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ

- 10 જાન્યુઆરીએ મહિલા દિન - 2

- 11 જાન્યુઆરીએ  BAPS એશિયા પેસિફિક દિવ 

- 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન

- 13 જાન્યુઆરીએ કિર્તન આરાધના

- 14  જાન્યુઆરી શતાબ્દી મહોત્વની પૂર્ણાહૂતિ સમારોહ

Post a Comment

Previous Post Next Post