જો તમને આ ફોટામાં ૫૨૮ લખેલું દેખાઈ રહ્યું છે તો ભાઈ તમે “જીનીયસ” નથી, ધ્યાનથી જુઓ તસ્વીરને આપો સાચો જવાબ...

જો તમને આ ફોટામાં ૫૨૮ લખેલું દેખાઈ રહ્યું છે તો ભાઈ તમે “જીનીયસ” નથી, ધ્યાનથી જુઓ તસ્વીરને આપો સાચો જવાબ...

હાલનાં દિવસોમાં ઇન્ટરનેટ પર ઓપ્ટિકલ ઈલ્યુઝન વાળી તસ્વીરોનો જલવો છે. તેને ઉકેલવાનાં ચક્કરમાં લોકો પોતાની આંખોની અગ્નિ પરીક્ષા લઈ રહ્યા છે. જોકે અમુક તસ્વીરો એવી હોય છે, જેને મગજ થોડી સેકન્ડમાં ઉકેલી નાખે છે પરંતુ આ તસ્વીરે તો ભાઈ આંખોની સાથે રમત રમી લીધી છે.

અમુક લોકોએ કેટલી પણ કોશિશ કરી લીધી અને તેમનાં મગજનું દહીં થઈ ગયું છે કારણ કે ભાઈ… શરૂઆતમાં લાગે છે કે આ તસ્વીરમાં કુલ ૪ નંબર છે પરંતુ બાદમાં ખબર પડે છે કે તમે ખોટું જોઈ રહ્યા છો. તમે આ તસ્વીરને જેટલી ધ્યાનથી જોશો એટલા જ કન્ફ્યુઝ થતા જશો. હકિકતમાં આ તસ્વીર બાજ જેવી નજર વાળાની આંખોને પણ દગો આપી શકે છે.

૧૦ વાર જોવી પડશે આ તસ્વીર

જો તમારે આ તસ્વીરમાં લખેલો નંબર સારી રીતે વાંચવો છે તો ભાઈ… તમારે એક બે નહીં પરંતુ ૧૦ વાર આ તસ્વીરને ખુબ જ ધ્યાનથી જોવી પડશે કારણ કે જેવું જ તમને લાગશે કે તમે નંબરને સાચી રીતે ઓળખી લીધો છે તો તરત જ થોડી સેકન્ડ બાદ તમે પોતાને ખોટા અનુભવ કરશો. આ ફોટામાં ખાસ પ્રકારનું એક સર્કલ તૈયાર કરવામાં આવ્યું છે, જેની વચ્ચે અમુક અંક લખેલા છે. કોઈને તે ૪ નંબર લાગે છે તો કોઈને ૬, પરંતુ જેની નજર બધું જોઈ લે છે, તે જ આ અંકને ઉકેલી શકે છે.

કોઈને દેખાયો ૩૪૫૨૮૩૯ તો કોઈને ૧૫૨૮૩

આ ફોટાને ટ્વિટર યુઝર્સ @benonwine એ શેર કર્યો છે અને લખ્યું છે કે શું તમને કોઈ નંબર દેખાઈ રહ્યો છે?. જો હા, તો ક્યો નંબર છે?. આ ફોટાને અત્યાર સુધીમાં ૪૦૦૦ થી વધારે લાઇક અને ૧૨૦૦ થી વધારે રિ-ટ્વિટ મળી ચુક્યા છે. સાથે જ સેંકડોની સંખ્યામાં યુઝર્સે કોમેન્ટ કરીને પોતાનો જવાબ જણાવ્યો છે, જે સાચો પણ નથી. હજારો યુઝર્સ કોશિશ કરી ચુક્યા છે.

જોકે અમુક લોકોનાં પ્રયાસો હજુ પણ ચાલુ છે. અમુક યુઝર્સે લખ્યું છે કે, તેમને ફોટામાં ૫૨૮ સંખ્યા દેખાઈ રહી છે તો અમુક લોકોને ૩૪૫૨૮૩૯ લખેલું દેખાઈ રહ્યું છે તો અમુક લોકોને તેમાં ૧૫૨૮૩ લખેલું દેખાઈ રહ્યું છે અને હા અમુક યુઝર્સે તો એવું પણ કહ્યું કે આ ફોટાએ તેમનું મગજ હલાવી દીધુ છે. હવે તમને કંઈ સમજમાં આવી રહ્યું છે કે ફોટોમાં શું સંખ્યા લખી છે?.

Post a Comment

Previous Post Next Post