આપણે દરેક લોકો જ્ઞાનવત્સલ સ્વામીને તો ઓળખીએ જ છીએ, તેથી તેમનું નામ સોશિયલ મીડિયા પર મુકતાની સાથે જ મોટી સંખ્યામાં તેમના મોટિવેશનલ વિડીયો આવી જતા હોય છે અને ઘણા લોકો તે વિડિઓ જોતા પણ હોય છે.
જ્ઞાનવત્સલ સ્વામી કડકડાટ અંગ્રેજી બોલે છે. તમે ક્યારેય પણ આવું વિચાર્યું નહીં હોય કે આટલા ભણેલા વ્યક્તિ પણ કઈ રીતે સંત બની ગયા.
જ્ઞાનવત્સલ સ્વામીએ વલ્લભવિદ્યાનગરમાંથી વર્ષ ૧૯૯૧ માં મિકેનિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો કર્યો હતો, જ્ઞાનવત્સલ સ્વામી પણ બીજા યુવકોની જેમ સારી નોકરી કરવાનું વિચારી રહ્યા હતા પણ એવું તો શું થયું કે તે અચાનક જ વર્ષ ૧૯૯૨ માં દીક્ષા લઇને સંત બની ગયા હતા, તો જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવતા કહ્યું હતું.
તે સ્વામિનારાયણ છાત્રાલયમાં રહીને મેકિનિકલ એન્જીનીયરનો અભ્યાસ કરતા હતા અને ત્યાં દર વર્ષે પ્રમુખસ્વામી મહારાજ આવીને રહેતા હતા. તો તે સમય દરમિયાન તેમને તેમના જીવનની ત્રણ વાતો ખુબ જ પસંદ આવી ગઈ હતી, જ્ઞાનવત્સલ સ્વામીને પહેલી વાત તેમના જીવનની પવિત્રતા, બીજી સમાજ પ્રત્યે નિસ્વાર્થ સેવા ભાવના અને ત્રીજી સ્વામિનારાયણ ભગવાનમાં અપાર શ્રદ્ધા.
આ જોઈને જ્ઞાનવત્સલ સ્વામીને પણ એવું થયું કે જીવન તો આવી જ રીતે જીવવું જોઈએ તેથી જીવન જીવવાનો આનંદ પણ આવે. તેથી જ્ઞાનવત્સલ સ્વામી વર્ષ ૧૯૯૨ માં દીક્ષા લઇને સંત બની ગયા હતા, આ પછી તેમને મોટિવેશન કરીને સમાજના યુવાનોમાં નવી એક રાહ જગાડવાનું કામ શરુ કર્યું અને આજે જ્ઞાનવત્સલ સ્વામી યુવાનોમાં ખુબ જ જાણીતા બની ગયા હતા.