ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની કારનો ભયંકર અકસ્માત થયો છે. આમાં તેને ઘણી ઇજાઓ પહોંચી છે. આ દુર્ઘટના રૂરકીના ગુરુકુલ નરસન વિસ્તારમાં થઇ હતી. રિષભ પંતની કારને ખરાબ રીતે નુકસાન થયું છે. આ સિવાય તેને માથા, પગ અને પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી છે.
તમને જણાવી દઇએ કે 3 જાન્યુઆરીથી શરૂ થનાર શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ માટે હાલમાં બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રિષભ પંતનું નામ સામેલ કરવામાં આવ્યું ન હતું. જેથી તે ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે દિલ્હીથી ઘરે જતા તેને આ ભયંકર અકસ્માત નડ્યો હતો.
મળતી માહિતી મુજબ રિષભ પંતની કાર રૂરકીના નરસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે રેલિંગ સાથે અથડાઇ હતી. આ અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. કારમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે કાર બળીને ખાખ થઇ ગઇ હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યા બાદ માત્ર સ્ટીલનું સ્ટ્રક્ચર જ દેખાતું હતું. અકસ્માતમાં પંત ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેના માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઇ છે. તેની પીઠ અને ખભામાં પણ ઇજા થઇ છે. પોલીસના જણાવ્યા અનુસાર પંતની હાલત સ્થિર છે.
ડોક્ટરના જણાવ્યા મુજબ રિષભ પંતને પગના ભાગે ગંભીર ઇજા થઇ છે. જેથી તેને સર્જરી પણ આવી શકે છે. તેની સાથે થયેલા આ અકસ્માતનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જુઓ વિડિયો:-
રિષભ પંતના કાર અકસ્માતના ભયાનક દ્રશ્યો આવ્યા સામે...-જુઓ વિડિયો #RishabhPantAccident #RishabhPant pic.twitter.com/mCSFOrxCFD
— Trikal News (@TrikalNews) December 30, 2022