નારી તું નારાયણી, આ મહિલાને ૧૦૦ સલામ, પોતાનો જીવ જોખમમાં મૂકી પોતાના પતિને મોતના મુખ માંથી બહાર કાઢી લાવી....

નારી તું નારાયણી, આ મહિલાને ૧૦૦ સલામ, પોતાનો જીવ જોખમમાં મૂકી પોતાના પતિને મોતના મુખ માંથી બહાર કાઢી લાવી....

જયારે વાતા પોતાના પરિવારની આવે ત્યારે મહિલા ઓ એક સેકન્ડનો વિચાર કર્યા વિના ચંડી બની જતી હોય છે અને તે પોતાના પરિવારને તકલીફ માંથી બચાવવા માટે પોતાનું બધું જ જોર વાપરી દેતી હોય છે. માટે જ નારીને નારાયણી કહેવામા આવે છે.

મહિલાની બહાદુરીનો એક કિસ્સો અમરેલીના ધારીના શિવડ ગામથી સામે આવી છે. અમરેલીમાં સિંહો ગામમાં ઘૂસી આવે તેવી ઘટના હવે સામાન્ય છે.પણ હવે સતત દીપડાઓની પણ સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

જયારે પ્રાણીઓનો ભેટો માણસો સાથે થતો હોય છે. ત્યારે મોટી મોટી હોનારતો સર્જાતી હોય છે. શિવદ ગામના ગોવિંદભાઇ પોતાના ઘરની આજુ બાજુ કામ કરી રહ્યા હતા. ત્યાં અચાનક જ દીપડો આવી જતા દીપડાએ તેમની પર ધાવો બોલી દીધો હતો.

આમ ગોવિંદ ભાઈએ બુમા બૂમ કરતા તેમની પત્ની તેમનો અવાજ સાંભળીને ત્યાં આવી પહોંચી હતી અને પતિને આવી તકલીફમાં જોઈને તે એકપણ સેકન્ડનો વિચાર કર્યા વિના દીપડા પર તૂટી પડ્યા અને પોતાના પતિને મોતના ચંગુલમાંથી છોડાવ્યા હતા.

જેમાં તેમની પત્ની પણ ઘાયલ થઇ ગયા હતા. તરત જ વન વિભાગને જણા કરવામાં આવી હતી.તો તે તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને દીપડાને પકડી જંગલમાં લઈને જવામાં આવ્યો હતો.

દીપડાએ ત્યાં ચાર લોકોને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા અને તરત જ તેમેં હોસ્પિટલ લઈને જવામાં આવ્યા હતા. આજે ગોવિંદભાઇની પત્નીની ખુબજ પ્રશન્શા થઇ રહી છે. તેના લીધે આજે તેના પતિનો જીવ બચી ગયો.

Post a Comment

Previous Post Next Post