આપણા ગુજરાતમાં ઘણા એવા પ્રખ્યાત કલાકારો છે અને આ બધા જ કલાકારોને તેમની કલાથી ખુબ જ મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ હોય છે. આ બધા જ કલાકારોને તેમના ચાહક મિત્રો માટે અવારનવાર નવા નવા ગીતો લાવતા હોય છે. આજે આપણે સ્ટેજ કાર્યક્રમ, આલબમ્બ ગીત, ડાયરાનો કાર્યક્રમ આ બધા જ કાર્યક્રમોમાં બૂમ પડાવતા કલાકારને ઓળખતા જ હોઈશું.
જેમાં આજે જીગ્નેશ કવિરાજ વિષે જાણીએ જેમને ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો છે અને તેઓ તેમના ચાહક મિત્રો માટે નવા નવા ગીતો પણ લાવતા હોય છે. હાલમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ગયો છે તો તેઓએ
પણ આ દિવસને તેમના બહેન સાથે રાખડી બાંધીને જન્મ દિવસની ઉજવણી કરી હતી, તેમને બહેન છે પણ તેઓ ગમન ભુવાજીના પત્ની મિત્તલ બેનને બહેન માને છે. સાથે સાથે ગમન ભુવાજીને પણ તેઓ બનેવી માને છે.
અને તેની વિષે તેઓએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. હાલમાં તેઓએ રક્ષાબંધનમાં મિત્તલબેને રાખડી બાંધી હતી અને આ રક્ષાબંધનની ઉજવણી પણ કરી હતી. આમ જીગ્નેશ કવિરાજે મિત્તલબેનને રક્ષાબંધન પર ભેટ પણ આપી હતી અને આ બહેન વિષે મોટા ભાગના લોકો નહિ જાણતા હોય.
આમ તેઓ મિત્તલબેન અને ગમન ભુવાજીના ઘરે કોઈ પણ કાર્યક્રમ હોય તો તેમના ઘરે જવાનું નથી ભૂલતા અને અચુકતાંથી તેમના બધા જ કાર્યક્રમોમાં હાજરી આપે છે અને આમ તેઓ તેમને સાચી બહેન માનીને તેમના ભાઈ બનીને તેમની સાથે રહે છે.