મોઢામાં કોળિયો પણ ન નાખનારા અને હંમેશા ધ્યાન અવસ્થામાં બેસનાર સૌરાષ્ટ્રના સંત શ્રી કાળુબાપુ વિશે જાણો ક્યારેય ન જાણેલી જીવનની અમૂલ્ય વાતો, તેઓના આશ્રમ વિશે જાણીને…

મોઢામાં કોળિયો પણ ન નાખનારા અને હંમેશા ધ્યાન અવસ્થામાં બેસનાર સૌરાષ્ટ્રના સંત શ્રી કાળુબાપુ વિશે જાણો ક્યારેય ન જાણેલી જીવનની અમૂલ્ય વાતો, તેઓના આશ્રમ વિશે જાણીને…

મિત્રો ગુજરાતની ધરાને સાધુ સંતોની ધરા માનવામાં આવે છે અને તેમાં પણ સૌરાષ્ટ્રની ધરતીમાં ઘણા બધા સાધુ સંતો થઈ ગયા છે અને આ ધરતીને પવિત્ર ધરતી માનવામાં આવે છે.

સાધુ સંતોના આશીર્વાદથી સૌરાષ્ટ્રની ભૂમિ પવિત્ર થઈ ગઈ છે ને આ ભૂમિમાં અનેક સાધુ સંતોએ સનાતન ધર્મની રક્ષા આજે અનેક સત્કાર્યો કર્યા છે ત્યારે સૌરાષ્ટ્રની ધરતીના

એવા પરમહિતકારી કાળુબાપુ વિશે આજે આપણે જાણવાના છીએ અને તેમના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે એટલો ચાલો આપણે આગળ કાળુ બાપુ વિશે ક્યારેય ન સાંભળેલી વાતો વિશે સાંભળી.મિત્રો સૌરાજની ધરતી પર શ્રદ્ધા વ્રતની જ્યોત પ્રજ્વલિત કરીને સનાતન ધર્મનો પ્રચાર કરીને લોકોમાં ભજન ભક્તિ અને સત્સંગના બીજ રોપ્યા છે

એવા સૌરાષ્ટ્રના બગદાણા ધામની વાત મિત્રો આપણે બધાએ જાણી જશે અને બગદાણા નું નામ આવતાની સાથે જ આપણા દરેક લોકોના મોં પર બાપાસીતારામનું નામ યાદ આવી જતું હોય છે પરંતુ આ પવિત્ર ધરતી પર શ્રી કાળુ બાપુ જેમને ધૂણી ધખાવી અનેક જીવોનું કલ્યાણ તેઓએ કર્યું છે.મિત્રો પરમ પૂજ્ય શ્રી કાળુબાપુ નું ધામ એટલે ભાવનગરના

ઉમરાળા તાલુકાના હડમતીયા ગામ. આ ગામમાં બાપુનું આજે પણ આશ્રમ આવેલું છે અને અહીં અનેક ભાવિ ભક્તો બાપુના આશ્રમના દર્શનાર્થે આવે છે ને અહીંયા બાપુના દર્શન થકી ધન્યતા અનુભવે છે અને જે રીતે જલારામ બાપા અને સતાધાર ઉપરાંત પરબધામ જેવા ધામોમાં અન્ન ક્ષેત્ર ચાલે છે તેવી જ રીતે આ ધામમાં પણ વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે

છે.બાપુના નેતૃત્વમાં અહીંયા ધાર્મિક પ્રસંગોની સાથે સાથે દર વર્ષે સમૂહ લગ્નનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે અને આ આશ્રમના સંતની ખાસ વાત એ છે કે તેઓ બાપુનું જીવન એકદમ સરળ અને નિર્ગુણ છે અને જે સાધુનું જીવન હોવું જોઈએ તેવું જ જીવન આ બાપુનું છે અને તેઓ કોઈપણ વસ્ત્ર નહીં પરંતુ શરીર પર કંતાનના વસતો અને હંમેશા મૌન રહે છે અને તેઓ સદાય પોતાની કુટિર માં ધ્યાન અવસ્થામાં રહે છેમિત્રો લોકવાયકા મુજબ કહેવાય છે કે બાપુએ ઘણા વર્ષોથી અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી.

કેવો ભોજનમાં મોટાભાગે દૂધ પીવે છે અને બાપુ મોટાભાગે ધ્યાન અવસ્થામાં જ રહે છે અને ભાગ્યે દિવસમાં એકવાર પોતાની કુટિર માંથી બહાર આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે ભાગ્યા જ કોઈ ભક્તોને કાળુ બાપુના દર્શન થાય છે અને એકવાર જો તમે હડમતીયા આશ્રમની મુલાકાત લેશો તો ખ્યાલ આવશે કે આ જગ્યા કેટલી શાંતિમય અને વિશાળ છે અને આ આશ્રમની મુલાકાત લીધા બાદ તમે અત્યંત શાંતિનો અનુભવ કરશો અને તમારી આત્મા પણ શુદ્ધ થઈ જશે.

Post a Comment

Previous Post Next Post