ગુજરાતી કલાકારમાં કિંજલ દવેનું નામ હંમેશા ચર્ચામાં રહ્યું છે. હાલમાં ફરી એકવાર કિંજલ દવે અને તેના થનાર પતિ પવન જોશીની તસ્વીરો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં જોઈ શકો છો કે, બંને દુબઇ ફરવા માટે ગયા છે. હાલમાં ચારોતરફ માત્ર આ તસ્વીરોની જ ચર્ચાઓ થઈ રહી છે. આપણે જાણીએ છે કે, કિંજલ દવે દેશ વિદેશમાં પોતાના સ્વરની રમઝટ બોલાવે છે.
પોતાના કાર્યક્રમો માટે કિંજલ દવે દેશના કોઈપણ ખૂણે જાય છે, ત્યારે તેના પતિને હંમેશા સાથે રાખે છે અને તમને એક વાર જણાવી દઈએ કે કિંજલ અને પવન જોશી બાળપણના મિત્રો હતા અને બંને સગાઈનાં બંધને બંધાઈ ગયા. હાલમાં હવે સૌ કોઈને આ બંનેનાં લગ્નની આતુરતા છે. લગ્ન ન થવા હોવા છતાં પણ પવનજોશી હંમેશા કિંજલનો પડછાયો બનીને સાથે રહે છે.
આપણે જાણીએ છે કે, ગીતા રબારી અને પૃથ્વી પણ હંમેશા સાથે જ રહે છે, એવી જ રીતે કિંજલ અને પવન જોશી પણ અવારનવાર એક સાથે ફરવા જાય છે, ત્યારે હાલમાં બંને કપલ એકી સાથે ડદુબઈ શહેરમાં આનંદદાયક પળો વીતાવી રહ્યા છે. તમે તેમના સોશીયલ મીડિયમાં દરેલ પળો માણી શકો છો. દુબઈમાં તેઓ શું શું કરી રહ્યા છે, તેની અડેટ્સ પોતાના ઇન્સ્ટાની સ્ટોરી દ્વારા આપી રહ્યા છે.
આપણે જાણીએ છે કે, કિંજલ દવે એક એવું નામ છે કે, વિશ્વનાં કોઈપણ ખૂણે જાઓ તો લોકો ઓળખી જાય. ચાર ચાર બગડી વાડી ગાડી થી કિજલ દવે લાઇમ લાઈટમાં આવી અને તેની સંગીતની દુનયાની સફર શરૂ થઈ.
બસ આ દિવસ પછી તેને ક્યારેય પાછળ ફરીને નથી જોયું પણ એક દુઃખ વાત એ છે કે, જે ગીતે તેને ફેમસ બનાવી એ ગીત તે જાહેરમાં ગાઈ નથી શકતી.