ગુજરાતના હાસ્ય કલાકાર એવા માયાભાઇ આહીરે પોતાની ૧.૫૦ કરોડ રૂપિયાની જમીન ગરીબ લોકો માટે દાનમાં આપીને સેવાનું કાર્ય કર્યું...

ગુજરાતના હાસ્ય કલાકાર એવા માયાભાઇ આહીરે પોતાની ૧.૫૦ કરોડ રૂપિયાની જમીન ગરીબ લોકો માટે દાનમાં આપીને સેવાનું કાર્ય કર્યું...

આપણે દરેક લોકો માયાભાઇ આહીરને તો ઓળખીએ જ છીએ, માયાભાઇ આહીર ગુજરાતના જાણીતા એવા પ્રખ્યાત ગાયક કલાકાર છે, માયાભાઇ આહીરના લાખો કરતા પણ વધારે સંખ્યામાં ચાહક મિત્રો આવેલા છે, 

માયાભાઇ આહીર આજે તેમના કાર્યક્રમથી દેશ અને વિદેશમાં ખુબ જ જાણીતા બન્યા છે, માયાભાઇ આહીરના કાર્યક્રમ જોવા માટે લોકો મોટી મોટી સંખ્યામાં આવતા હોય છે.

માયાભાઇ આહીર ગાયક કલાકારની સાથે સાથે ઘણું દાન પણ કરતા હોય છે, માયાભાઇ આહીરને રાજુલામાં જમીન હતી, તે જમીન આશરે દોઢ કરોડ રૂપિયાની હતી, તો કોઈ વ્યક્તિએ માયાભાઇ આહીરને કહ્યું કે તમે આ જમીન વેચાતી આપી દો, આ જગ્યા પર મારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે દવાખાનું બનાવવું છે, તેથી તમે આ જમીન ગમે તે કરીને અમને વેચાતી આપી દો.

તમે જે પૈસા માંગશો તે પૈસા આપવા માટે અમે લોકો તૈયાર છીએ, ત્યારબાદ માયાભાઇ આહીરએ જે જવાબ આપ્યો તે સાંભળીને દરેક લોકો આચાર્યચકિત થઇ ગયા હતા, માયાભાઇ આહીરએ જણાવતા કહ્યું હતું કે હું આહીરનો દીકરો છું એટલે હું જો આ કામ માટે પૈસા લઈશ તો મારો કુળ લજવાઈ જશે તે માટે હું આ કામ માટે એક રૂપિયો પણ નહીં લવું.

માયાભાઇ આહીરને આ ભલાઈનું કામ કરવા માટે તેમની દોઢ કરોડની બધી જ જમીન દાનમાં આપી દીધી હતી, માયાભાઇ આહીરની આ વાત સાંભળીને દરેક લોકો સ્તબ્ધ થઇ ગયા હતા, કારણ કે બીજા લોકોમાં દોઢ કરોડ રૂપિયાની જમીન દાનમાં આપવી એવી હિંમત હોતી નથી,

માયાભાઇ આહીરના આ કાર્યને જોઈને દરેક લોકો માયાભાઇ આહીરના વખાણ કરી રહ્યા હતા અને લોકો કહી રહ્યા હતા કે માયાભાઇ આહીર મોટા ગાયક કલાકારની સાથે સાથે તેમનું દિલ પણ ખુબ જ મોટું છે તેથી તેમને સેવાનું કામ કરી બતાવ્યું હતું.

Post a Comment

Previous Post Next Post