આપણા દેશમાં ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે. જ્યાં જવા માત્રથી જ ભકતોના ભલભલા દુઃખ દૂર થઇ જતા હોય છે. આજે અમે તમને એક એવા જ આશ્રમ વિષે જણાવીશું કે જ્યાં દર્શન માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જતા હોય છે.
આ ધામને કૈંચી ધામ કહેવામાં આવે છે અને ધામનો પ્રભાવ એટલો છે કે દેશ વિદેશથી પણ લોકો અહીં દર્શન કરવા માટે આવે છે.આ કૈંચી ધામ બાબા નિમકરોલીને સમર્પિત છે. બાબા નિમકરોલીએ અહીં પોતાના જીવનના ઘણા વર્ષો વિતાવ્યા હતા.
બાબા નિમકરોલીના ચમત્કાર વિષે આખી દુનિયા જાણે છે. ફેસબુકના CEO માર્ક ઝુકાર્બરક અને એપ્પલના CEO સ્ટીવ જોબ્સ પણ બાબા નીમ કરોલીના ભકત છે. તેમને બાબા નીમ કરોલી સાથે અહીં ઘણો સમય વિતાવ્યો છે.
તેમના માર્ગદર્શન અને આશીર્વાદ પછી તે બંનેએ આવડી મોટી કંપનીઓ બનાવી છે. માટે વિદેશના મોટા મોટા લોકો પણ બાબા નિમકરોલીના ભકત છે. લોકો અહીં તેમના આશ્રમમાં આવીને સમય વિતાવવાનું ખુબજ પસંદ કરે છે. અહીં સમય વિતાવવાથી લોકોને શાંતિ અને કઈ કરવાની અપાર શક્તિ મળે છે. માટે જ લોકો હજારો કિલોમીટરથી પણ અહીં દર્શન કરવા માટે આવે છે.
અહીં જે પણ કોઈ મનોકામના માંગવામાં આવે તો ભકતોની બધી જ મનોકામના પુરી થાય છે. લોકો દૂર દૂરથી દાદાના દર્શન કરવા માટે આવે છે. અહીં આજે પણ બાબા નિમકરોલીની શક્તિઓ કામ કરે છે. જેનાથી અહીં આવતા ભકતોને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નીમ કરોલી બાબાનો આશ્રમ ઉત્તરાખંડમાં આવેલો છે.