અમદાવાદમાં ખીજડાના ઝાડ નીચે પાઘડીવાળા મામાદેવ હાજરા હજુર બિરાજમાન છે અહીંયા દર્શન માત્રથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે...

અમદાવાદમાં ખીજડાના ઝાડ નીચે પાઘડીવાળા મામાદેવ હાજરા હજુર બિરાજમાન છે અહીંયા દર્શન માત્રથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે...

ભારત દેશમાં ઘણા એવા દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે અને આ બધા જ મંદિરોમાં દેવી-દેવતાઓ સાક્ષાત બિરાજમાન છે. આજે એવા જ એક મંદિર વિષે જાણીએ જે અમદાવાદમાં આવેલું છે આ મંદિર પાઘડીવાળા મામાદેવનું મંદિર છે.

આ મંદિર ભક્તો માટે આસ્થાનું સ્થાન છે અને આ મંદિર ૧૦૦ વર્ષ જૂનું મંદિર છે.મામાદેવનું મંદિર અમદાવાદમાં આવેલું છે અને અહીંયા મંદિર સાથે હજારો ભક્તોની આસ્થા જોડાયેલી છે. આ મંદિર ૧૦૦ વર્ષથી જૂનું મંદિર છે અને તે ખીજડાના ઝાડ નીચે આવેલું છે,

મંદિરના ઇતિહાસ વિષે વાત કરીએ તો ડાયાભાઈ વઘોરા નામના વ્યક્તિ વર્ષો પહેલા મામાદેવની પૂજા કરતા હતા. એ સમયે તેમના દીકરા પ્રિન્સને સપનામાં અમદાવાદ કલેકટર કચેરી નજીક આવેલું ખીજડાનું ઝાડ સપનામાં આવ્યું હતું.

તો ત્યાં મામાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ મામાદેવને અરજી કરીને પાઘડીવાળા મામાદેવ કહેવાય હતા. પ્રિંસભાઈની છેલ્લી ચાર પેઢી મામાદેવની પૂજા કરતી આવે છે અહીંયા મામાદેવને અત્તર અને સિગારેટ જેવી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. અહીંયા ભક્તો માનતા રાખવા માટે અહીંયા આવે છે.

માનતા પુરી થતા પાઘડી અર્પણ કરે છે, અહીંયા અખંડ દીવો ચાલે છે અને અખંડ દીવામાં ઘી કોણ પુરી જાય છે તેની વિષે કોઈને ખબર નથી. અહીંયા ભક્તો સાચા દિલથી માનતા રાખે તો તે પણ પૂર્ણ થાય છે. ભક્તો અહીંયા શ્રદ્ધાથી અહીંયા દર્શને આવે છે અને દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરે છે.

Post a Comment

Previous Post Next Post