આજના સમયમાં પ્રામણિક લોકો બહુ ઓછા જોવા મળે છે, ત્યારે હાલમાં જ એક સફાઈ કર્મચારી દરેક લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો છે. વિચાર કરો કે, તમને રસ્તામાંથી સોનાનું બિસ્કિટ મળ્યું હોય તો શું કરો? સ્વાભાવિક છે કે, માણસ ને જો પાંચ રૂપિયાનો સિક્કો મળે તો પણ ન મૂકે તો પછી સોનાની વસ્તુને થોડી મૂકે.
આજના સમયમાં પણ એવા ઘણા લોકો ઈમાનદાર જોવા મળે છે કે, જેઓ દરેક લોકો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ કહેવાય. માનવતા ધર્મ એ જ છે કે, તમે પોતાના સ્વાર્થનું નહીં પણ બીજાનું સારું વિચારો. ચાલો અમે આપણે એક એવો ઈમાનદારી કિસ્સો કહીએ જે જાણીને તમે પણ આ વ્યક્તિને સલામ કરશો,
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કામ કરતા સફાઈ કર્મચારીને ટોઈલેટમાંથી એક કિલો સોનાનું બિસ્કિટ મળ્યું હતું,
આ બિસ્કિટને જોઈને કોઈપણ વ્યક્તિના મનમાં લાલચ આવી શકે અને એમાં પણ જેની પરિસ્થતિ સારી નથી એના માટે તો આ નસીબના દ્વાર ખુલ્યા કહેવાય. આ સોનાનું બિસ્કિટ જોઈને કર્મચારી પણ ચોકી ગયો હતો અને ખાસ વાત એ કે, આ સોનાના બિસ્કિટની કિંમત આશરે ૪૭ લાખ રૂપિયા હતી.
મનમાં લાલચ રાખ્યા વિના સફાઈ કર્મચારીએ તે સોનાના બિસ્કિટને કસ્ટમના અધિકારીને સોંપ્યું હતું, જેથી આવી ઈમાનદારીને જોઈને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ સફાઈ કર્મચારીનું સન્માન કર્યું હતું.
આ સફાઈ કર્મચારી વિષે જાણીએ તો, સફાઈ કર્મચારીનું નામ ચિરાગ પરમાર હતું.ચિરાગ પરમાર જે સમયે ટોઇલેટમાં સાફ સફાઈ કરી રહ્યો હતો તે સમયે તેને ત્યાંથી એક કિલો સોનાનું બિસ્કિટ મળી આવ્યું હતું અને આ બિસ્કિટને તેને કસ્ટમ વિભાગને પરત કરેલું.
ચિરાગએ બિસ્કિટ પરત કરીને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.અદાણી ગ્રુપના ચેરમેનએ સફાઈ કર્મચારીનું સન્માન કરીને તેને ચાંદીનો સિક્કો ભેટમાં આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ખરેખર આ કિસ્સો દરેક લોકો માટે પ્રેરણાદાયક છે તેમજ ચિરાગની ઈમાનદારી પરથી શીખવું જોઈએ કે ક્યારેય પણ કોઈ કિંમતી વસ્તુઓ મળે તો તેને જે તે માલિકને પરત કરવી જોઈએ.