આપણા સમાજ માં લગ્ન કરવા એક એક જીવન નો ભાગ કહેવાય છે. લગ્ન કર્યા બાદ બાળકો થકી કુટુંબ ને આગળ વધારવામાં આવતું હોય છે.
પરંતુ આજકાલ કેટલાક દેશ માં ભારે વસ્તી વધારા ને લઇ ને એવા દેશ માં કાયદાઓ પણ બનાવવામાં આવતા હોય છે કે અમુક સંખ્યા માં જ બાળકો ને જન્મ આપી શકાય છે. પરંતુ હાલ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કપલે લગ્ન ના 14-વર્ષ માં 16-બાળકો ની ફેમિલી બનાવી લીધી છે.
પૅટી હર્નાન્ડીઝ અને તેનો પતિ કાર્લોસ અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહે છે. પૅટી હર્નાન્ડિઝે છેલ્લા 14 વર્ષમાં 16 બાળકોને જન્મ આપ્યો છે. જેમાંથી ત્રણ જોડિયા છે. તે જ સમયે, પૅટી હર્નાન્ડીઝ ફરી એકવાર ગર્ભવતી છે અને તે આવતા વર્ષે માર્ચ મહિનામાં 17માં બાળકને જન્મ આપવા જઈ રહી છે. તેઓ કહે છે કે અમારે ઘરમાં કુલ 10 છોકરાઓ અને 10 છોકરીઓની જરૂર છે.
તો જ અમારો પરિવાર પૂર્ણ થશે. હાલમાં 16 બાળકોમાંથી 6 છોકરાઓ અને 10 છોકરીઓ છે. 17મું બાળક પણ એક છોકરો છે, તેથી દંપતી ખૂબ ખુશ છે અને તેના પછી વધુ ત્રણ છોકરાઓ ઈચ્છે છે. છે ને મજેદાર ! આમ આ કપલે 20-ફેમિલી મેમ્બરો નો ટાર્ગેટ રાખેલ જોવા મળે છે. લોકો આ કપલ અને તેના ફેમિલી ની કહાની સાંભળી ને ચોકી ઉઠ્યા છે. તો કેટલાક લોકો આ વાત સાંભળી ને પોતાનું હસવું રોકી શકતા નથી.
આમ આ કપલ અને તેના ફેમિલી ની ચર્ચા કેટલાય દેશો માં થતી જોવા મળે છે. અને હાલ તે સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા નો વિષય બની ગયા છે. લોકો આ કહાની સાંભળી ને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા કિસ્સાઓ તો ભાગ્યે જ સાંભળવા જોવા મળે છે.