આ દીકરીએ ગટરના પાઈપમાં ખુબ જ ઓછા ખર્ચામાં આલીશાન ઘર બનાવ્યું કે અત્યાર સુધી આ દીકરીને 200 જેટલા નવા ઘર બનાવાનો ઓર્ડર મળ્યો...

આ દીકરીએ ગટરના પાઈપમાં ખુબ જ ઓછા ખર્ચામાં આલીશાન ઘર બનાવ્યું કે અત્યાર સુધી આ દીકરીને 200 જેટલા નવા ઘર બનાવાનો ઓર્ડર મળ્યો...

આપણે દેશમાં ઘણા લોકોને જોતા હોઈએ છીએ કે તેમની પાસે ઘર બનાવા માટે પણ પૈસા હોતા નથી એટલે તે સમયે ઘણા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તેવા જ સમયે પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવનાર ત્રેવીસ વર્ષની મનસાએ તેના અભ્યાસ દરમિયાન જ તેને હોંગકોંગની જેમ્સ લો સાયબરટેકચર નામની કંપની પાસેથી ઓપોડ ટ્યુબ હાઉસ બનાવાનું શીખી લીધું હતું.

ત્યારપછી મનસાએ તેના એક વિચારથી સસ્તું અને ટકાઉ એક ઓપોડ ટ્યુબ હાઉસ બનાવ્યું હતું. આ બનાવા માટે તેને ગટરના પાઇપનો ઉપયોગ કર્યો હતો. મનસાએ તે બધા પાઈપો તેલંગાણાની એક કંપની પાસેથી મેળવ્યા હતા. ગટરના પાઈપથી બનેલા આ ગોળાકાર ઘરમાં ત્રણ લોકો ખુબ જ સરળતાથી એકસાથે રહી શકતા હતા.

આ ઘરને તમારી જરૂરિયાત મુજબ બનાવી શકાય છે. તેથી આ ઘરમાં ત્રણથી વધારે સભ્યોનો પરિવાર પણ આ ઘરમાં આરામથી રહી શકતો હતો. તેથી મનસાને આવા મકાનો બનાવા માટે માત્ર પંદર થી વીસ દિવસનો સમય લાગતો હતો. તેથી મનસાના આ મકાનની સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ પ્રશંસા થઈ રહી હતી. તેથી મનસાએ તેની કંપનીનું નામ સમનવી કન્સ્ટ્રક્શન્સ રાખ્યું હતું.

મનસા રેડ્ડીનો જન્મ તેલંગાણાના એક નાના ગામ બોમકલમાં થયો હતો, મનસાએ તેની શાળા અને કૉલેજનો અભ્યાસ પૂરો કરવા માટે તેનું ગામ છોડીને અભ્યાસ કરવા માટે બહાર જવું પડ્યું હતું. તે વખતે મનસાએ તેલંગાણાના ગરીબ વિસ્તારોમાં તેને કામ કર્યું હતું, તેથી તેને તે સમયે ખબર પડી હતી કે આ લોકો પાસે રહેવા માટે ઘર પણ નથી.

તેથી મનસાએ ઓપોડ ટ્યુબ હાઉસ બનાવીને તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા, તેથી મનસાને બસો નવા ઘર બનાવવાના ઓર્ડર પણ મળ્યા હતા. તેથી મનસાએ નક્કી કર્યું હતું કે ભવિષ્યમાં તમામ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને રહેવા માટે ઘર મળી શકે.

Post a Comment

Previous Post Next Post