દાતારેશ્વર મહાદેવના મંદિરમાં સિદ્ધ હસ્ત તરીકે પૂજનીય ગણાતા કાશ્મીરી બાપુ ના જીવન વિશે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ. જૂનાગઢની તળેટીમાં આવેલા દાતારેશ્વર મહાદેવના અદભુત મંદિરમાં કાશ્મીરી બાપુ સેવા પૂજા કરતા હતા. તે મિત્રો ક્યાંના હતા અને કોઈને કંઈ ખબર હતી નહીં અને તેમને પૂછવાની કોઈ હિંમત પણ કરતું ન હતું તે
કહેવત છે કે નદીઓ અને સંતો નું કોઈ દિવસ મૂળ ના પૂછવું જોઈએ.તેમ છતાં તેમને કાશ્મીરના રહેવાશે એટલે કે કાશ્મીરી બાપુ કહેવામાં આવતા હતા એવી લોકવાર્તા મુજબ કાશ્મીરી બાપુ ની ઉમર કોઈને મિત્રો ખબર ન હતી અને ઘણા લોકો સો વર્ષ કહે છે તો ઘણા લોકો 200 વર્ષ કહે છે અને ઘણા લોકો તો 300 વર્ષની ઉંમર જણાવે છે પરંતુ
તેમનો બાહ્ય દેખાવ ગોરી ત્વચા અને મધુર અવાજથી તેઓ અલગ જ તળી આવતા હતા. કાશ્મીરી બાપુએ પોતાની યુવા અવસ્થામાં ગિરનારના પર્વત પર ભગવાન દત્તનું વર્ષો સુધી તપ કર્યું છે.કાશ્મીરી બાપુ વર્ષના 365 દિવસ કોફી રંગની અલ્પિશ પહેરતા જે કાશ્મીરીઓના વિશિષ્ટ પહેરવેશ હતી અને તે ઉનાળાના ગરમ વાતાવરણમાં પણ તેમને
ક્યારેય પરસેવો ન વળતો હતો ને તે હંમેશા શાંત રહેતા અને દાતારેશ્વર મહાદેવ ની જગ્યાએ તેમને ખૂબ જ વિકાસ કર્યો છે.મિત્રો ત્યાં ત્રણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી જેમાં ખોડીયાર માતાજીનું મંદિર મહાદેવનું મંદિર અને કુમાર સ્વામીનું મંદિર આવેલું છે અને કાશ્મીરી બાપુ ખુલ્લી હવામાં સુતા હતા અને ત્યાં મુસાફરોને રાત્રિ રોકાણની મંજૂરી ન હતી કારણ કે લોકવાયકા મુજબ કાશ્મીરી બાપુ રાત્રિના સમયે સિંહ બની જતા હતા.
કાશ્મીરી બાપુ ત્યાં ખુલ્લી જગ્યાએ ખુરશીમાં બેસીને મુલાકાતીઓને દર્શન આપતા હતા. કાશ્મીરી બાપુ આજે પણ હંમેશા બધાના દિલમાં છે. સાચા મનથી યાદ કરજો તમારા તમામ કામ આજે પણ થશે અને આપણી સંસ્કૃતિમાં સંતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને આ સંત તો જાણે કે ધરતી ઉપર ભગવાને અવતાર લીધો હોય તેવું તેમનું રૂપ અને તેઓના વિચાર અને તેઓની વાણી હતી.