આપણે દરેક લોકો ખજુરભાઈને તો ઓળખીએ જ છીએ, ખજુરભાઈએ અત્યાર સુધી તેમના ખિસ્સાના ઘણા પૈસા વાપર્યા હતા અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી, તેથી દરેક લોકો આજે પણ ખજુરભાઈની દાતારીને સલામ કરે છે, જે સમયે સૌરાષ્ટ્રની ધરતી પર વાવાઝોડું આવ્યું તે સમયે પણ ખજુરભાઈ ત્યાંની સ્થિતિ જોવા માટે પહોંચી ગયા હતા.
ત્યાં જઈને લોકોની સ્થિતિ જોતાની સાથે જ ખજુરભાઈએ ત્યાં રોકાવાનું નક્કી કર્યું અને તેમનાથી થતી બધી મદદ કરી હતી, તે સમયે ખજુરભાઈએ સૌરાષ્ટ્રની ધરતી પર એક સો એકસઠ કરતા પણ વધારે નવા ઘર બનાવી આપીને ગરીબ અને નિરાધાર લોકોને આશરો આપ્યો હતો, ત્યારબાદ ખજુરભાઈએ જામનગર અને રાજકોટમાં જે સમયે પૂરની સ્થિતિ સર્જાઈ તે સમયે પણ ખજુરભાઈએ ત્યાં જઈને ઘણા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી.
હાલમાં ખજુરભાઈ કેશોદમાં રહેતા હંસાબેનની સ્થિતિ જાણવા માટે જઈ રહ્યા હતા, ખજુરભાઈએ હંસાબેનની વિષે કહ્યું હતું કે તે એક વિધવા મહિલા હતા, હંસાબેનના પતિના મૃત્યુ બાદ તેમને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, આ મહિલા તેમના જીવનમાં ઘણો બધો સંઘર્ષ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
હંસાબેનને બે દીકરા અને એક દીકરી હતી, હંસાબેનની દીકરી અભ્યાસ કરતી હતી, જે સમયે ખજુરભાઈ આ બહેનને મળ્યા તે સમયે હંસાબેન ખજુરભાઈને ગળે વળગીને મારો ભાઈ આવી ગયો એમ કહીને રડવા લાગ્યા હતા, હંસાબેન ખજુરભાઈની બે વર્ષથી રાહ જોઈ રહ્યા હતા અને આજે તેમને તેમનો ભાઈ મળ્યો તો તે ખુબ જ ખુશ થઇ ગયા હતા.
ત્યારબાદ ખજુરભાઈએ આ બહેનની બધી સ્થિતિ જાણીને તેમનાથી બનતી બધી મદદ કરી હતી, હંસાબેનને તેમના જીવનમાં માત્ર એટલું જ જોઈતું હતું કે તેમના બાળકો સારો અભ્યાસ કરે અને તેમના જીવનમાં સારો અભ્યાસ કરીને તે આગળ વધે,
તેથી હાલમાં હંસાબેનને તેમના બે બાળકો અનાથાશ્રમમાં મુક્યા હતા અને તેમાંથી જે પૈસા આવતા હતા તેમાંથી તે તેમનું ગુજરાન ચલાવતા હતા. આથી ખજુરભાઈએ આ મહિલાની મદદ કરીને માનવતા મહેકાવી હતી.