ભારત દેશ આસ્થાનો અને શ્રદ્ધાનો દેશ છે તેથી જ દેશભરમાં હજારો લાખો ભક્તો છે. આ બધા જ ભક્તોને દેવી-દેવતાઓમાં એવી અનોખી શ્રદ્ધા છે કે તેઓ કઠિન માનતાઓ પણ રાખતા હોય છે અને તે માનતાઓ વર્ષો સુધી ચાલુ રાખીને પુરી પણ કરતા હોય છે.
આજે એક એવા જ ભગવાન શ્રી કૃષ્ણ ભક્ત વિષે જાણીએ જેઓ ૧૦૦૮ દંડવત પરિક્રમા કરીને આગળ વધી રહ્યા છે.આ વ્યક્તિ ઉત્તરપ્રદેશના દાનઘાટીથી છેલ્લા ૬ વર્ષોથી આવી કઠોર માનતા રાખીને વૃંદાવન ભગવાન શ્રીકૃષ્ણના દર્શને નીકળ્યા છે.
તેઓએ ૧૦૦૮ પથ્થર સાથે રાખ્યા છે જેથી એક જ જગ્યા પર તેઓ ૧૦૦૮ દંડવત યાત્રા કરે છે અને પછી આગળ વધે છે. તેમનો પરિવાર બુલંદશહેર ખુર્જામાં છે અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણના દર્શને નીકળ્યા છે.
તેઓને ૬ વર્ષ થઇ ગયા છે અને તેઓએ તેમની આ યાત્રા ચાલુ જ રાખી છે. તેઓએ તેમનું ગામ પણ છોડી દીધું છે અને અહીંયા રહેવા માટે આવી ગયા છે, તેઓ દિવસમાં એક વખતે આ દંડવત યાત્રા કરે છે, તેઓને અહીંયા આવે ૬ વર્ષ થઇ ગયા અને હજુ સુધી તેઓએ સવા પાંચ કિલોમીટરનું અંતર પૂરું ર્ક્યું છે અને તેઓને દર્શને પહોંચતા હજુ ૨૫ વર્ષનો સમય લાગશે.
તેમને ભગવાન શ્રી કૃષ્ણ સાથે એવી ભક્તિ બંધાઈ ગઈ છે કે તેમને આ દંડવત યાત્રા પૂરું કરવી છે. તેઓ દિવસમાં એક વખતે આ યાત્રા કરે છે અને તેવી જ રીતે આ યાત્રાને તેઓએ ચાલુ રાખી છે, આમ તેઓ આ કઠિન યાત્રા કરી રહ્યા છે અને તેમની આ યાત્રા દર્શન કરીને પુરી કરશે.