બે બાળકો રમતા રમતા ૧૨૦૦ કિલોમીટર દૂર કેવડિયા આવી ગયા, બાળકો સાથે વાત કરતા જે ખુલાસો થયો એ...

બે બાળકો રમતા રમતા ૧૨૦૦ કિલોમીટર દૂર કેવડિયા આવી ગયા, બાળકો સાથે વાત કરતા જે ખુલાસો થયો એ...

કહેવામાં આવે છે કે માતા પિતાનો હાથ જયારે સુધી બાળકો પર હોય ત્યાર સુધી બાળકોને જીવનમાં કોઈ તકલીફ નથી પડતી. પણ અમુકવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે કાળજું કંપાવી દે તેવા હોય છે.

ગુરુવારમાં દિવસે કેવડિયાના એકતાનગરથી એક ૧૨ અને ૧૦ વર્ષના બે દીકરાઓ મળી આવ્યા હતા. તે એકલા દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેમનું કાઉન્સલીંગ કરતા જે ખુલાસાઓ થયા તે કાળજું કંપાવી દે તેવા હતા.

પહેલા તો બાળકો ડરી ગયા હોવાથી કઈ ના બોલ્યા આ પછી વારંવાર પૂછતાં ૧૦ વર્ષનો દીકરો બોલ્યો કે તે દિલ્હીના છે અને અહીં ટ્રેનમાં બેસીને આવ્યા છે. તેને જણાવ્યું કે તેની માતા તેને ભીખ માંગવા માટે મોકલતી હતી અને તેને ભીખ માંગવાનું બિલકુલ પસંદ નહતું. માટે હું અને મારો મિત્રે બંને ઘરેથી ભાગી ગયા છે.

તે દિલ્હીથી કોઈને કહ્યા વિના ટ્રેનમાં બેસી ગયા અને સીધા કેવડિયા પહોંચી ગયા હતા. તેને પોતાના પિતાનો મોબાઈલ નંબર યાદ હોવાથી. તેથી પિતાને ફોન કરીને બાળકોની જાણકારી આપી હતી. દીકરાઓ મળી જતા માતા પિતાને હાશકારો થયો હતો અને તેમને અધિકારીઓનો અભાર માન્યો હતો.

દીકરાઓને સહી સલામત તેમના માતા પિતા પાસે પાછા ૧૨૦૦ કિલોમીટર દૂર મોકલવામાં આવ્યા હતા. દીકરાઓનું માતા પિતા સાથે ફરી મિલન થતા માતા પિતા દીકરાઓને ભેટીએ રડી પડ્યા હતા. માતા પિતા વિના બાળકોનું જીવન ખુબજ અઘરું બની જાત.

Post a Comment

Previous Post Next Post