દેવાયત ખવડ આજે સમય ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં નામ કમાઈ ચૂક્યા છે. યુવાનોને હંમેશા ખુમારી અને સીધા રસ્તે લઈ જવાની વાતો કરતા દેવાયત ખવડ ગુજરાતમાં ઘરે ઘરે જાણીતા થઈ ગયા છે. કેમ નો ડાયરો સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને તેઓ પોતાના મોઢે રાણો રાણાની રીતે બોલે એટલે લોકો ખુશ ખુશાલ થઈ જાય.
આજે આપણે દેવાયત ખવડ વિશે એવી ઘણી વાતો કરવાના છીએ જે આપણે ક્યારેય પણ નહીં સાંભળી હોય.દેવાયત ખવડ આજે ખૂબ મોટા કલાકાર બની ગયા છે અને તેઓને લાખોની સંખ્યામાં તેમના ચાહક લોકો છે. દેવાયત ખવડ હાલમાં વૈભવ સારી જીવન જીવી રહ્યા છે અને તે પોતાના પ્રોગ્રામમાં હંમેશા વટ ખુમારી અને દાતારીની વાતો કરતા નજરે આવે છે
ને સમગ્ર ગુજરાતમાં તેમની લોક ચાહના ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહે છે.આપને જણાવી દઈએ કે દેવાયતભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામના રહેવાસી છે અને તેઓ સાત ચોપડી સુધી અભ્યાસ પોતાના ગામમાં કર્યો હતો ત્યારબાદ માધ્યમિક શિક્ષણ લેવા માટે તેઓ ચાર કિલોમીટર દૂર આવેલા ગામમાં જવું પડ્યું હતું અને તેઓને
ભણવામાં રસ ન હોવાના કારણે તેઓએ ગાવાનું શરૂ કરી દીધું અને પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલનો સામનો કર્યા બાદ આજે ગુજરાતના તમામ યુવાનોમાં પ્રિય બની ગયા છે.શરૂઆતના સમયમાં તેમના પિતા ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાત ચલાવતા હતા અને તેમના જોડે ફક્ત એક વીઘા જેટલી પણ જમીન ન હતી. દેવાયતભાઈ જ્યારે નાના હતા
ત્યારે તેમના પિતા જોડે રહેવા માટે યોગ્ય ઘડપણ ન હતું અને પરિવારના સભ્યો ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ માતા-પિતાના આશીર્વાદથી દેવાયતભાઈ જીવનમાં ખૂબ જ મહેનત કરી અને ભગવાનના આશીર્વાદથી ખૂબ જ આગળ વધી ગયા છે.દેવાયતભાઈ કહે છે કે જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન સુવિચારો બોલવાનો વારો આવે તો તે ઘરે આવી જતા હતા.
તેમને ભણવામાં બિલકુલ પણ રસ ન હતો ત્યારબાદ તે બધા લોકો સામે ગીત ગાવાનું નક્કી કરી લીધું અને શરૂઆતના સમયમાં દેવાયતભાઈ ભજન ગાવાનું શરૂ કર્યું અને સૌ પ્રથમ એકલા ભજન ગાતા હતા જે દરમિયાન તે મોટા મોટા કલાકારોને જોઈને પોતાના જીવનની નવી કારકિર્દી શરૂ કરી હતી.આજે દેવાયતભાઈ મોટા મોટા કલાકારો સાથે જોવા મળે છે જેમ કે રાજભા ગઢવી ગીતાબેન રબારી કિર્તીદાન ગઢવી ભીખુદાન ગઢવી અને તેમના સ્વભાવના કારણે લોકોને ખૂબ જ મજા આવે છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.