સાળંગપુર હનુમાન દાદાનાં ચરણોમાં સ્ત્રીનાં રૂપમાં કોણ બિરાજમાન છે, મોટાભાગનાં લોકો દર્શન કરવા જાય છે પરંતુ ઘણા લોકોને ખબર નહિ હોય

સાળંગપુર હનુમાન દાદાનાં ચરણોમાં સ્ત્રીનાં રૂપમાં કોણ બિરાજમાન છે, મોટાભાગનાં લોકો દર્શન કરવા જાય છે પરંતુ ઘણા લોકોને ખબર નહિ હોય

જય શ્રી રામ મિત્રો. હનુમાનજીનો મહિમા અપરંપાર છે અને કળિયુગનાં સમયમાં સૌથી પહેલા પોતાનાં ભક્તોની અરજી સાંભળનારા દેવતાઓમાંથી એક હનુમાનજી છે અને હનુમાનજી મહિલાઓની કેટલી ઈજ્જત કરે છે, તે કોઈને જણાવવાની જરૂર નથી અને તેમના ચરણ પાસે કોઈ સ્ત્રીનું બેસવું કોઈ આશ્ચર્યથી ઓછું પણ નથી લાગતું.

પરંતુ આજે અમે તમને કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનાં એક એવા રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જ્યાં હનુમાનજીનાં ચરણોમાં એક સ્ત્રી બેઠી છે. તે સ્ત્રી કોણ છે, તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો આજે અમે તમને તેનાં વિશે જ જણાવીશું.

મિત્રો સાળંગપુરમાં આવેલ હનુમાન મંદિર વિશે આજે કોણ જાણતું નથી?. પણ અહીં તેમનાં ચરણોમાં સ્ત્રીનાં રૂપમાં કોણ બિરાજમાન છે, તેનાં વિશે કદાચ તમે પણ નહીં જાણતા હોય. પરંતુ તમને જણાવી દઈએ કે તે કોઈ બીજુ નહીં પરંતુ કર્મ ફળદાતા શનિદેવ બિરાજમાન છે. હનુમાનજીનાં આ મંદિરને કષ્ટભંજન હનુમાન મંદિરનાં નામથી પણ ઓળખવામાં આવે છે. હનુમાનજીની આ મુર્તિ જોઈને એક વખત વિચારવા માટે હંમેશા મજબુર બની જાય છે કે છેવટે કેમ શનિદેવ પોતે હનુમાનજીનાં ચરણોમાં સ્ત્રી રૂપમાં બેઠા છે અને આ પ્રશ્નનો જવાબ તમને ક્યાંય બીજે નહિ પરંતુ આપણી પૌરાણિક કથાઓમાં જ મળે છે.

તો ચાલો જાણી લઈએ કે આખરે શા માટે સ્વયં શનિદેવને હનુમાનજીના ચરણોમાં બેસવું પડ્યું. હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં હનુમાનજી અને શનિદેવ સાથે જોડાયેલા ઘણા બધા પ્રસંગો સાંભળવા મળે છે. મિત્રો એક સમય હતો જ્યારે શનિદેવનો પ્રકોપ કંઈક વધારે જ વધી ગયો હતો અને તેનાં કારણે જ બધા લોકોએ દુઃખ અને તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. લોકો એ શનિદેવનાં પ્રકોપથી બચવા માટે હનુમાનજીને પ્રાર્થના કરી અને પોતાનાં ભક્તોની પુકાર સાંભળીને હનુમાનજીએ શનિદેવને સજા આપવાનો નિર્ણય કર્યો. જ્યારે આ વાત વિશે શનિદેવ ખબર પડી તો તે હનુમાનજીનાં ગુસ્સાથી બચવાનાં અનેક ઉપાયો વિશે વિચારવા લાગ્યા.

શનિદેવને એ વાતની જાણ હતી કે હનુમાનજી બાળ બ્રહ્મચારી છે. તેથી તે મહિલા ઉપર ક્યારેય હાથ નહિ ઉપાડે અને તે વાતનો ફાયદો ઉઠાવીને શનિદેવ એ મહિલાનું રૂપ ધારણ કર્યું હતું અને હનુમાનજીનાં ચરણોમાં પડીને ક્ષમાયાચના કરવા લાગ્યા હતાં અને તે સમયથી લઈને આજ સુધી આ મંદિરમાં શનિદેવની પુજા હનુમાનજીનાં ચરણોમાં જ કરવામાં આવે છે. હનુમાનજીએ પોતાનાં ભક્તોનું નિવારણ કર્યું હતું એટલા માટે આ મંદિરને કષ્ટભંજનનાં નામથી ઓળખવામાં આવે છે.

મિત્રો હનુમાનજીનું આ મંદિર ખુબ જ વિશાળ છે અને તે કોઈ કિલ્લા જેવું દુરથી દેખાય છે અને હનુમાનજી આ મંદિરમાં જેનાં પર બેઠા છે તે ૪૫ કિલો સોનું અને ૯૫ કિલો ચાંદીમાંથી બનાવવામાં આવ્યું છે તેમજ આ મંદિરમાં રહેલા હનુમાનજીનાં મુગટમાં અસંખ્ય હીરા જડેલા છે અને આ મંદિરમાં હનુમાનજીની મુર્તિની આજુબાજુ વાનરસેના પણ રહેલી છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આ મંદિર ખુબ જ ચમત્કારી છે અને અહીં જે પણ ભક્તો આવે છે, તેમની બધી જ મનોકામનાઓ જરૂર પુરી થાય છે.

જે વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય તેમણે કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીનાં દર્શન જરૂર કરવા જોઈએ. શનિદોષમાંથી તરત જ રાહત મળશે. માત્ર એટલું જ નહીં આ મંદિરમાં ભુત-પ્રેતની બાધા માંથી પણ મુક્તિ અપાવવામાં આવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સ્થાનિક લોકોનું એવું માનવું છે કે ભુત-પ્રેતની બાધાથી લોકો અહીં આવીને હનુમાનજીની આંખોમાં જુએ છે તો તેને ભુત-પ્રેતની બાધા માંથી મુક્તિ મળે છે અને આ મંદિરમાં જ એક વિશેષ રૂપે શનિવારનાં દિવસે પુજા કરવામાં આવે છે. આ પુજામાં જે લોકો પર નકારાત્મક શક્તિઓની અસર થઈ હોય છે કે માનસિક રીતે વિચલિત હોય છે, તેને હનુમાનજીની મુર્તિ સામે ઉભા રાખવામાં આવે છે.

ત્યારબાદ તે વ્યક્તિને તે સળિયાનો સ્પર્શ કરાવવામાં આવે છે, જેનો ઉપયોગ મુર્તિ સ્થાપના વખતે ગોપાળ સ્વામીએ કર્યો હતો અને તેમને ભુતપ્રેતની બાધામાંથી મુક્તિ અપાય છે. શનિવારનાં દિવસે થતી આ વિશેષ પુજા માટે મંદિર પ્રશાસને એક ખાસ પુજારી પણ નિયુક્ત કર્યા છે. તો શ્રોતા મિત્રો આવી રીતે શનિદેવ સ્ત્રી બનીને હનુમાનજીનાં ચરણોમાં આજે પણ બિરાજમાન છે. શું તમે આ વાત જાણતા હતાં?. જો તમે હજુ સુધી આ મંદિરનાં દર્શન નથી કર્યા તો એકવાર જરૂર દર્શન કરવા જજો. જય શ્રી રામ.

Post a Comment

Previous Post Next Post