કિર્તીદાન ગઢવીના ડાયરામાં ફેમસ થયેલા કમાભાઈ ડાયરામાં મળતા રૂપિયા, આ જગ્યા પર દાન કરી દે છે…

કિર્તીદાન ગઢવીના ડાયરામાં ફેમસ થયેલા કમાભાઈ ડાયરામાં મળતા રૂપિયા, આ જગ્યા પર દાન કરી દે છે…

આજના સમયમાં બધા જ લોકોને તેમના જીવનમાં કંઈક ને કંઈક કરવાની ઈચ્છા હોય છે, આજે આપણા ગુજરાતી સિંગરો પણ ખૂબ જ ધમાલ કરી રહ્યા છે અને તેથી જ તેમને ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ હોય છે. આજે આપણે એક એવા જ વ્યક્તિ વિશે જાણીશું જેનું નામ કમાભાઈ છે અને તેઓ આજે ડાયરા ના બધા જ કાર્યક્રમમાં હાજરી આપે છે.

કમાભાઇને આજે લોકોની વચ્ચે ડાયરા કિંગ કિર્તીદાન ગઢવી લઈને આવ્યા છે એક દિવસ કમાભાઈ તેમના ગીતો પર જોરદાર નાચ્યા હતા. કમાભાઈ કિર્તીદાન ગઢવી ના ડાયરામાં નાચ્યા ત્યારે કિર્તીદાન ગઢવી તેમને 2000 રૂપિયા આપ્યા હતા અને તેમને બધા જ કાર્યક્રમમાં બોલાવવાનું ચાલુ કર્યું હતું.

આજે જેટલા પણ કાર્યક્રમ કિર્તીદાન ગઢવી ના હોય છે એ બધા જ કાર્યક્રમમાં કમાભાઇ હાજરી આપે છે અને સાથે સાથે કમાભાઈને સેલિબ્રિટી બનાવી દીધા છે અને તેથી જ કમાભાઈ ને બધા જ કાર્યક્રમોમાં લોકો પૈસા આપે છે. આમ કમાભાઈ એક કાર્યક્રમમાં 10,000 કે તેનાથી વધારે રૂપિયા લોકો આપે છે.

તો તે બધા જ રૂપિયા તેમની પાસે નથી રાખતા અને તેઓ આ રૂપિયા લઈને કોઠારીયા ગામમાં આવેલી ગૌશાળામાં જાય છે અને તે બધા જ રૂપિયા ત્યા દાન કરી દે છે. આવી જ રીતે કમાભાઈ ખૂબ જ મોટા સેવાભાવી છે, તેવો આ દાન કરે છે તેની વાત રાજભા ગઢવી એ તેમના કાર્યક્રમમાં કરી હતી.

આમ કમાભાઈ દાન કરીને મોટી સેવા કરી રહ્યા છે, થોડા સમય પહેલા તેમને કોઈ નહતું ઓળખતુ અને આજે મોટાભાગના લોકો તેમને ઓળખે છે. કમાભાઈ કિર્તીદાન ગઢવી ના ડાયરામાં ડાન્સ કરે છે એ ડાન્સ ના કારણે તે દેશ વિદેશમાં ફેમસ થઈ ગયા છે અને નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી બધા જ લોકો તેમને ઓળખે છે.

Post a Comment

Previous Post Next Post