ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીને દરેક લોકો જાણતા જ હશે તે તેમના સેવાકીય કર્યોથી ખુબજ ચર્ચામાં આવ્યા છે.આજે નાનું બાળક પણ ખજૂરભાઈના કર્યોની ચર્ચા કરી રહ્યા છે.ખજૂરભાઈને ગરીબ લોકોના દુઃખ સહન થતા નથી.
જેથી તે દરેક ગરીબ પરિવારની તમામ મુશ્કેલી દૂર કરતા હોય છે.ખજૂરભાઈ ગુજરાતની અંદર જાનીદાદા નામનું ફાઉન્ડેશન પણ ચલાવે છે.તે ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના એવા ગરીબોની મદદ કરે છે કે જેની આગળ પાછળ કોઈ નથી હોતું તે લોકો માટે જીવન જીવવું પણ મુશ્કેલ બની જાય છે.
તેમની ટીમ સૌરાષ્ટ્રમાં કાર્યરત છે નીતિન જાનીએ સૌરાષ્ટ્રની અંદર સારા એવા કાર્યો કર્યા છે.ત્યારે તેમને બનાસકાંઠાથી સમાચાર મળ્યા હતા કે ચાર નાની દીકરીનું ઘર પડી ગયું છે અને તેમના માતા પિતા પાસે ઘર બનાવના પૈસા નથી.
ત્યારે ખજૂરભાઈ તે પરિવારનું ઘર બનાવા માટે બનાસકાંઠા ગયા હતા અને ત્યાંના લોકલ કારીગરો પાસે તેમને ઘર બનાવ્યું હતું.ત્યારે થોડોક સમય પછી ખજૂરભાઈ ને તે કારીગરો સાથે સંપર્ક પણ ન હતો ત્યારે તેમને સમાચાર મળ્યા હતા કે તે કારીગર માંથી બે કારીગરના અકસ્માત થયું હતું જેમાં એક કારીગરનું મોત નીપજ્યું હતું.
જે સમાચાર મળતા જ નીતિનભાઈ તેમના પરિવારની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા અને તેમને ૨ લાખ ૨૧ હજાર રૂપિયાનું દાન કરી પરિવારને સાત્વના પાઠવી હતી.નવાઈની વાત એ છે કે તે કારીગરો સાથે ખજૂરભાઈનો કોઈ સંપર્ક ન હતો પરંતુ તેમને ત્યાં એક વખત કામ કરવા આવ્યા હતા જેથી આજે ખજૂરભાઈ તેમની માનવતા મહેકાવી પરિવારને મોટી રકમ દાન કરી સાત્વના પાઠવી હતી.