જન્મનાં મહિના પરથી જાણો તમારી પર્સનાલિટી, જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી ક્યાં મહિનામાં જન્મેલા લોકો હોય છે ભાગ્યશાળી

જન્મનાં મહિના પરથી જાણો તમારી પર્સનાલિટી, જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી ક્યાં મહિનામાં જન્મેલા લોકો હોય છે ભાગ્યશાળી

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાણી લો જાન્યુઆરી થી ડિસેમ્બર એટલે કે બધા જ ૧૨ મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ તેમનાં જન્મ મહિના અનુસાર કેવો હોય છે. તેમનામાં શું ખુબીઓ હોય છે અને ક્યાં પ્રકારનાં દોષ હોય છે. જાણો તમારું કરિયર અને લવ લાઈફ કેવી હોય છે?.

જાન્યુઆરી

જાન્યુઆરીમાં જન્મેલા લોકો પોતાની માસુમિયત અને “સેન્સ ઓફ હ્યુમર” થી બધા લોકોનો મુડ ઠીક કરી દે છે. તેમને કોઈ નવી સિચ્યુએશનમાં પોતાને ઢાળવા માટે વધારે પરેશાની નથી આવતી. તેમનાં વિચારો કંઈક અલગ જ હોય છે. વર્ષનાં પહેલા મહિનામાં જન્મેલા લોકોમાં લીડરશીપ ગુણ હોય છે.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા લોકો કરિશ્માઇ વ્યક્તિત્વનાં માલિક હોય છે અને તે કોઈને પણ ઈમ્પ્રેસ કરી શકે છે. મહેનતુ હોવાનાં કારણે તેમનું કરિયર, ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ હોય છે. તે દિલથી સાફ હોય છે. ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ દયાળુ હોય છે પરંતુ અમુક વસ્તુઓમાં આ લોકો જીદ્દી પણ હોય છે.

માર્ચ

માર્ચ મહિનામાં જન્મેલા લોકો મગજ થી એટલા તેજ હોય છે કે તેમને દગો આપવો દરેક લોકોનાં ગજાની વાત હોતી નથી. તેમનો વિશ્વાસ જો એકવાર તુટી જાય તો તેને પરત જીતવો મુશ્કેલ હોય છે. માર્ચ મહિનામાં જન્મેલા લોકો સંબંધ નિભાવવામાં હોશિયાર હોય છે. તે પોતાનાં પાર્ટનરને ક્યારેય દગો નથી આપતા.

એપ્રિલ

એપ્રિલ મહિનામાં જન્મેલા લોકો મુશ્કેલમાં મુશ્કેલ કામ ખુબ જ ખુશદિલી સાથે કરે છે. તેમનાં મિત્રો અને પરિજન તેમને ખુબ જ પ્રેમ કરે છે. તેમનો સ્વભાવ રોમાન્સથી ભરપુર હોય છે. તે કળા પ્રેમી હોય છે. તેમને બીજાની ભાવનાની કદર હોય છે. તેમનાથી દગો સહન નથી થતો.

મે

મે મહિનામાં જન્મેલા લોકો ખુબ જ જોશીલા હોય છે. ખુબ જ મહત્વકાંક્ષી હોય છે. બંધાઈને કે પછી કોઈ દબાણમાં કામ કરવું તેમને પસંદ હોતું નથી. જલ્દી ગુસ્સો આવી જવો, જિદ્દિપણું અને કઠોર દિલનાં હોવું તેમનાં નકારાત્મક પાસા હોય છે.

જુન

જુન મહિનામાં જન્મેલા લોકો ખુબ જ કલ્પનાશીલ હોય છે. તેમનાં મગજમાં ઘણા પ્રકારનાં રોમાંચક વિચારો ચાલતા હોય છે. જોકે આ લોકોનો મુડ ક્યારે બદલાઈ જાય તેની ખબર નથી પડતી. તે અચાનક ગમે ત્યારે નારાજ પણ થઈ શકે છે. આ મહિનામાં જન્મેલા લોકો રોમાન્સનાં વિષયમાં પણ નંબર વન હોય છે. તેમનાંમાં સિંગિંગ, ડાન્સિંગ અને સ્પોર્ટ્સ જેવી પ્રતિભા હોય છે.

જુલાઈ

જુલાઈ મહિનામાં જન્મેલા લોકો પૈસાને વ્યવસ્થિત રાખવાનું જાણે છે. તેમને ખબર હોય છે કે ક્યાં ખર્ચ કરવાનાં છે અને ક્યાં બચાવવાનાં છે. તેમનો સ્વભાવ ખુબ જ શાંત પ્રકારનો હોય છે. તેમને કરિયરમાં ખુબ જ સારી સફળતા મળે છે.

ઓગસ્ટ

ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકોની અંદર ગજબની પ્રતિભા છુપાયેલી હોય છે. તે કળા, સાહિત્ય અને વિભિન્ન રચનાત્મક વિદ્યામાં પોતાની અલગ ઓળખાણ બનાવે છે. તેઓ પોતાની મરજીનાં માલિક હોય છે. પ્રેમનાં વિષયમાં તે સંબંધને કંઈ વધારે મહત્વ નથી આપતા.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર મહિનામાં જન્મેલા લોકો ખુબ જ મહેનતુ હોય છે. ખુશમિજાજ હોવાની સાથે આ લોકોને ગુસ્સો પણ જલ્દી આવી જાય છે પરંતુ તે પોતાનો ગુસ્સો છુપાવી શકતા નથી અને તરત જ વ્યકત કરી દે છે. આ લોકો ખુબ જ રચનાત્મક હોય છે. પ્રેમની બાબતમાં આ લોકો એક ઈમાનદાર પાર્ટનર સાબિત થાય છે.

ઓક્ટોબર

ઓક્ટોબર મહિનામાં જન્મેલા લોકોને દોલત, શોહરત દરેક વસ્તુ તેમને મળે છે પરંતુ તેમને ક્યારેય પણ તે વાતનો ઘમંડ હોતો નથી. તે લાગણીશીલ પણ હોય છે પરંતુ જીવનનાં ઘણા બધા પાસમાં તેમનું પ્રેક્ટિકલ રૂપ દેખાય છે. પ્રેમની બાબતમાં તે પાક્કા હોય છે.

નવેમ્બર

નવેમ્બર મહિનામાં જન્મેલા લોકોની પર્સનાલિટી જ એવી હોય છે કે તમે તેમનાથી પોતાને દુર રાખી શકતા નથી. પોતાનાં મિત્રોની વચ્ચે તેઓ ખુબ જ પોપ્યુલર હોય છે. તેઓ મહેનતુ હોય છે. તેમને શોર્ટકટ લેવો પસંદ હોતો નથી. તે મિત્રતા અને સંબંધોની બાબતમાં હંમેશા ઈમાનદાર રહે છે.

ડિસેમ્બર

ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ વ્યાવહારિક હોય છે. તે હળીમળીને રહેવા વાળા હોય છે. તેમનાં વ્યક્તિત્વમાં આકર્ષણ હોય છે. પ્રેમની બાબતમાં તે વધારે સક્રિય હોય છે. તેમને બંધાઈને કામ કરવું પસંદ હોતું નથી.

Post a Comment

Previous Post Next Post