ગુજરાતના જાણીતા ગાયક કલાકાર એવા જીગ્નેશ કવિરાજના જીવનની આ વાતો વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય...

ગુજરાતના જાણીતા ગાયક કલાકાર એવા જીગ્નેશ કવિરાજના જીવનની આ વાતો વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય...

ગુજરાતમાં ઘણા બધા ગાયક કલાકાર મિત્રો આવેલા છે, દરેક ગાયક કલાકાર મિત્રો તેમના કોકિલ કેરા અવાજ અને સુરથી જાણીતા હોય છે, ગાયક કલાકાર મિત્રોને ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ રહેલા હોય છે, તેથી જે જગ્યા પર સ્ટેજ પ્રોગ્રામ હોય છે તે દરેક જગ્યા પર તેમના ચાહક મિત્રો પહોંચી જતા હોય છે અને કાર્યક્રમની મજા માણતા હોય છે.

આજે આપણે એક તેવા જ ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજ વિષે વાત કરીશું, જીગ્નેશ કવિરાજ આજે તેમના સુરથી ગુજરાતની સાથે સાથે દેશ અને વિદેશમાં જાણીતા બન્યા છે, જીગ્નેશ કવિરાજએ તેમના જીવનમાં ઘણા સંઘર્ષોનો સામનો કરીને આગળ વધ્યા હતા, જીગ્નેશ કવિરાજએ પહેલો કાર્યક્રમ માત્ર સિત્તેર રૂપિયામાં કર્યો હતો તો પણ જીવનમાં આગળ વધવા માટે જીગ્નેશ કવિરાજએ હિંમત હારી ન હતી.

જીગ્નેશ કવિરાજ હાલમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં રહેતા હતા, જીગ્નેશ કવિરાજને તેમના પિતાએ ભજન અને ગીતો ગાવા માટે ઘણો સાથ આપ્યો હતો, જીગ્નેશ કવિરાજના પિતાએ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને તેમના દીકરા જીગ્નેશ કવિરાજને કલાકાર બનાવ્યો હતો અને આજે દેશ વિદેશમાં જીગ્નેશ કવિરાજ તેમના કોકિલ કેરા મધુર અવાજથી પ્રખ્યાત અને જાણીતા બન્યા હતા.

જીગ્નેશ કવિરાજએ મણિરાજભાઈ બારોટ પાસેથી ગીતો ગાતા શીખ્યા હતા અને આજે મોટા ગાયક કલાકાર બની ગયા હતા, જીગ્નેશ કવિરાજને જીવનમાં આગળ વધવા માટે તેમના પિતાએ ખુબ જ સાથ અને સહકાર આપ્યો હતો, જીગ્નેશ કવિરાજના પરિવારમાં તેમના પિતા, પત્ની અને ત્રણ બાળકો રહેતા હતા, જીગ્નેશ કવિરાજ આજે તેમના ગીતોથી દેશ અને વિદેશમાં ખુબ જ જાણીતા બન્યા છે.

Post a Comment

Previous Post Next Post