ગુજરાત ના બે કલાકારો વચ્ચે વાક્ય યુધ્ધ??? દેવાયત ખવડે ડાયરા મા કીધુ કે ” પુરાવાઓ માયકાંગલા ને દેવાના હોય ! ઘા થાય ત્યા ખબર પડે….જુઓ વિડીઓ

ગુજરાત ના બે કલાકારો વચ્ચે વાક્ય યુધ્ધ??? દેવાયત ખવડે ડાયરા મા કીધુ કે ” પુરાવાઓ માયકાંગલા ને દેવાના હોય ! ઘા થાય ત્યા ખબર પડે….જુઓ વિડીઓ

બોલીવુડના કલાકારો વચ્ચે તો બોલાચાલી જોઈ હશે પણ હાલમાં જ એક એવી ઘટના બની કે ગુજરાતી સંગીતની દુનિયામાં હાહાકાર મચી ગયેલ.આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં જ ગુજરાતનાં લોકપ્રિય કલાકારો નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વાત જાણે એમ છે કે, ગુજરાત ના બે કલાકારો વચચે વાક્ય યુધ્ધ થયું છે એક તરફ બ્રિજદાન ગઢવી તો બીજી તરફ દેવાયત ખાવડે ડાયરા મા કીધુ કે ” પુરાવાઓ માયકાંગલા ને દેવાના હોય ! ઘા થાય ત્યા ખબર પડે. ચાલો આ ઘટના અંગે વધુ જાણીએ.

આપણે જાણીએ છે કે, ગુજરાતી કલાકારો સદાય હળીમળી ને રહે છે પણ હાલમાં જ જ્યારે રૂપલ માં જન્મોત્સવ નિમિતે યોજાયેલ ભવ્ય લોકડાયરામાં બ્રિજરાજદાન ઈશરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા.

આ ડાયરામ બ્રિજરાજદાન ગઢવીએ હજારો લોકોની વચ્ચે કહ્યું હતું કે, ‘રૂપલ આઈની સાક્ષીમાં કહું છું કે જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે, હું ઈશરદાનનું લોહી છું સાહેબ.

એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે શું આપણે બોલીએ છીએ.  કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.’ આમ પણ કહેવાય છેને કે દરેક વ્યક્તિ તકની રાહ જોઈતો જ હોય છે. દેવાયત પણ મોકો ન છોડ્યો અને હાલમાં જ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામે આવેલા ગણપતિ મંદિર ખાતે દેવાયત ખવડે બ્રિજરાજદાનની વાતનો વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા તો માયકાંગલાઓ હોય એને આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય’

આ પહેલા પણ રાજપૂત અને આહિર સમાજની લાગણી દુભાયાની બે ઘટનામાં ખાવડ પર ગુસ્સો હતો. જે બાદ તેમણે માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો હતો. આ કારણે હાલમાં બંને કલાકારોનો આ વીડિયો સાથે જ વાયરલ થઈ રહ્યો છે, આ ઘટના પરથી કહી શકાય કે, ગુજરાતી કલાકારો પણ બદલો લેવાની ભાવના છોડતા નથી. ખરેખર હાલમાં આ ઘટના ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ બંને વચ્ચેનું શાબ્દિક યુદ્ધ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બંને કલાકારો અલગ અલગ દાયરામાં બોલ્યા હતા અને જેના પડઘા હવે પડી રહ્યા છે.

Post a Comment

Previous Post Next Post