8 હજાર થી શરુ કરેલી આજે 3 હજાર કરોડ ની કંપની બની ! જાણો ગોપાલ નમકીન ના ગુજરાતી માલીક કોણ છે ??

8 હજાર થી શરુ કરેલી આજે 3 હજાર કરોડ ની કંપની બની ! જાણો ગોપાલ નમકીન ના ગુજરાતી માલીક કોણ છે ??

સામાન્ય રીતે ગોપાલ નમકીન ની બનાવટ આપણે બધાજ લોકોએ એક ને એક વાર જરૂર ખાધી હોઈ છે અને તેનો સ્વાદ પણ ખુબજ સરસ હોઈ છે ગોપાલ નમકીન આજના સમય માં ખુબજ વેચાણ કરે છે અને નવી નવી બનાવટો બજાર માં બહાર પાડતી હોઈ છે.

ગોપાલ નમકીન આજના સમય માં ઘરે ઘરે જાણીતું છે હવે આ નામ ફરી ચર્ચામાં આવ્યું છે આ નમકીનના માલિકનું નામ ૧૦૦૦ કરોડથી વધુ સંપત્તિ ધરાવતા અમીરોની યાદીમાં આવ્યું છે. શૂન્ય માંથી સાડા બારસો કરોડની સુધીની સફર મારફત ગોપાલ નમકીન ગુજરાતની એક ખુબ મોટી બ્રાંડ બની ગઈ છે પણ તેના વિષે લોકોને ખ્યાલજ નથી.

આહી તમને જણાવીશું ગોપાલ નમકીનનાં વિઝનરી માલિક બીપીનભાઈ ની સક્સેસ સ્ટોરી. બીપીનભાઈ હદવાણીનું મૂળ વતન જામકંડોરણાનું ભાદર ગામ. પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પણ ત્યાં પ્રાપ્ત કાર્યો. પરિવારમાં તેમના પિતા વિઠ્ઠલભાઈ ફરસાણ બનાવે અને ત્યાં ગામ માંજ  વેચતા. એ તેમનો જુનો વ્યવસાય હતો. તેમજ તેમના પરિવારમાં,આ બધા ભાઈઓને આ વ્યવસાય વારસામાં મળ્યો અને બધાજ ફરસાણ બનાવનાર કારીગર આમ ભણતર માં ૧૨ ધોરણ નાપાસ થયા પછી તેણે આગળ અભ્યાસ નો કર્યો.

પહેલાની વાત કર્યે તો તે ૧૯૯૦ માં અભ્યાસ છોડીને એકલા રાજકોટ આવી ગયા અને ફોઈના દીકરા જોડે ગોકુલ બ્રાન્ડ નેમ થી ફરસાણ શરુ કર્યું. ચારેક વર્ષ કામ ચલાવ્યું અને પછી તે બીઝનેસ એમને આપી દીધો. અને પછી ૧૯૯૪મા પોતાનો નવો બીઝનેસ ‘ગોપાલ’ બ્રાન્ડ નેમથી શરુ કર્યો.

તેમજ આ બીઝનેસ ની શરુઆત કોઈપણ જાત નાં પૈસાનું રોકાણ વગર ઉધારમાં લોટ, તેલ અને બાકીના તેજાના-મસાલા લઈ આવે અને જાતેજ બનાવવાનું જાતેજ પેકેજીંગ કરવાનું અને પછી ફેરિયાઓને વેચવા માટે આપી દેવાનું વળી તેમાંથી જે પૈસા આવે તેના દ્વારા બધી સામગ્રી પાછી લાવવાની અને બનાવીને પાછુ વેચવાનું આમ આવું ૪ વર્ષ સુધી કર્યું. તેમજ તે જે ઘરમાં રહેતા ત્યાજ બધું ફરસાણ બનાવવાનું થતું હતું.

આમ ત્યારબાદ શહેરની બહાર એક અલગ પોતાની ફેક્ટરી ની સ્થાપના કરી પરંતુ ઓકટ્રોયનાં ખર્ચાને લીધે ખર્ચ ખુબજ વધી ગયો અને તે ફેકટરી વેચીને પાછુ સીટી માં આવવું પડ્યું અને ત્યાજ 7 વર્ષ પાછુ કામ કર્યું ધીરે ધીરે વિકાસ વધતો ગયો. તેમણે ક્વોલીટી જાળવી રાખી અને તેમના પિતા નાં રસ્તે ચાલ્યા. તેમના પિતાએ કહેલુ કે ‘આપણે જેવું ઘરમાં ખાઈએ તેજ ગ્રાહકને ખવરાવવું’

૨૦૦૭ થી ૨૦૧૨ સુધીમાં અઢી કરોડથી અઢીસો કરોડ સુધી કંપની પહોચી ગઈ.આમ દર વર્ષે અઢીસો કરોડનો ખર્ચ થયો અને કંપની બારસો કરોડ સુધી પહોચી ગઈ. આમ ગોપાલ નમકીન ગુજરાત સહીત ભારત દેશના અન્ય ૮ રાજ્યોમાં પણ પોતાનું નામ ક્માવ્યું છે. તેમના પત્ની દ્ક્ષાબેન જે સોંથી અમીર મહિલા ગુજરાતની અંદર ત્રીજા ક્રમે આવે છે જ્યારે પરીવારમાં અન્ય સભ્યોમાં મોટા ભાઈ પ્રકુલભાઈ પણ કંપની સાથે લાંબા સમયથી જોડાયેલા છે. અને છેલ્લા બે વર્ષથી બીપીનભીનો પુત્ર પણ ઘણી જવાબદારીઓ નિભાવી રહ્યો છે

Post a Comment

Previous Post Next Post