રત્નકલાકારોને જલસો : હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે આવ્યા જબરદસ્ત મોટા ખુશી ના સમાચાર,સામે આવ્યું એવું કે…

રત્નકલાકારોને જલસો : હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે આવ્યા જબરદસ્ત મોટા ખુશી ના સમાચાર,સામે આવ્યું એવું કે…

આપણે બધા જાણીએ છીએ કે સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે મોટા ખુશી ના સમાચાર સામે આવ્યા છે. ડાયમંડ ઉદ્યોગમાં નવા એક ઉદ્યોગનો ઉદય થયો છે અને હવે લેબગ્રોન ડાયમંડ નું સૌથી મોટું ઉત્પાદન સુરત કેન્દ્ર બની રહ્યું છે ત્યારે આ ઉત્પાદનને લઈને સુરતના વેપારીઓએ છેલ્લા એક વર્ષમાં 8500 કરોડનો વેપાર કર્યા હોવાના ચોકાવનારા આંકડાઓ આપણી સામે આવ્યા છે

સુરતમાં મોટાભાગના લોકો હીરાના ઉદ્યોગ પર નિર્ભર છે અને સુરત થી લાખો કરોડોના ડાયમંડ બહાર એક્સપોર્ટ થાય છે અને અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર સુરતના પોલીશડ હીરા વખાણતા હતા. સુરતમાં અત્યાર સુધી નાની ઘંટી ઉપર ડાયમંડ ઘસાતા હતા અને સુરતમાં વિશ્વભરમાંથી આવતા રફ ડાયમંડને ચમક આપવામાં આવે છે

પરંતુ હવે ડાયમંડ ઉદ્યોગ નવી ક્રાંતિ તરફ અગ્રેસર થઈ રહ્યું છે. સુરતમાં સૌથી મોટો નેચરલ ડાયમંડ નો વેપાર હતો જેમાં કટીંગ અને પોલિસીંગ સૌથી મહત્વનું હતું. વિશ્વના 10 માંથી 9 હીરા સુરતમાં તૈયાર થતા હતા જોકે આ સિવાયના ડાયમંડ માટે અન્ય દેશો પર ભારતને નિર્ભર રહેવું પડતું હતું.

સુરત થી બીજા દેશમાં જતા હીરાઓ જ્વેલરીમાં ઉપયોગમાં લેવાતા હતા અને જ્વેલરી અન્ય દેશોમાં જઈને વેચાણ થતું હતું. ડાયમંડ લઈને સુરત ઉદ્યોગને એક નવી રાહ મળી છે અને મોનોપોલી ધંધો હોવાથી લઈને સુરતના ધીરે ધીરે ધંધાનો વ્યાપ વધી રહ્યો છે. હવે ધીરે ધીરે સિન્થેટિક ડાયમંડ ની માંગ વધવાની સાથે અન્ય દેશમાંથી મગાવવામાં આવતા ડાયમંડ હવે ધીરે ધીરે ભારતમાં જ બનવાનું શરૂ થયું છે.

લેબગ્રોન ડાયમંડ બનાવતી મોટી 10 ફેક્ટરીઓ છે. નાના નાના 300 થી પણ વધારે યુનિટો છે અને આ ડાયમંડની માંગ વિશ્વભરમાં ખૂબ જ મોટા પાયે વધી રહી છે. રીયલ ડાયમંડ ની સરખામણીએ તે ખૂબ જ સસ્તો છે અને મહત્વની બાબત એ છે કે જે રિયલ ડાયમંડ છે તે ખાણમાંથી કાઢવામાં આવે છે જેના કારણે મુશ્કેલી ઊભી થતી હોય છે અને ઘણી વખત ખાણમાં કામ કરતાં કામદારોનું શોષણ થવાની વાતો પણ સામે આવે છે.

મળતી માહિતી મુજબ હાલમાં જે કંપનીઓ ડાયમંડ બનાવી રહી છે તેના કરતાં પણ વધુ યુનિટ આગામી પાંચ વર્ષમાં શરૂ થવાના છે. મતલબ કે એક વર્ષમાં ઉદ્યોગ એક અંદાજ મુજબ 900 ટકા જેટલો ગ્રોથ કરી શકે છે અને મહત્વની બાબત એ છે કે સરકાર પણ ખૂબ જ સારી રીતે આ ઉદ્યોગને આગળ લાવવા માટે વિચારી રહી છે.

Post a Comment

Previous Post Next Post