ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

ગાડીને સતત કેટલો સમય ચલાવી શકાય… દરેક ગાડી ચલાવનારે આ વાત ખરેખર જાણવી જોઈએ.

આપણને એવું લાગે કે ગાડીઓ તો સતત ચાલે, તેમ વળી શું સમય જોવાનો હોય, જો તમે પણ આવું સમજતા હોવ તો આ વાત તમારા માટે જાણવી જરૂરી છે. તો ચાલો જાણીએ આ વાતને વિસ્તારથી. આપણે આજે એવી ટ્રાન્સપોર્ટ ગાડીઑ જેવી કે ટ્રક અને તેવા પ્રોફેશનલ ડ્રાઈવરો કે જે 2-3 દિવસ વગર સૂતા ગાડી ચલાવી શકે તે બંને ની વાત નથી કરવાની. આપણે વાત કરવાની છે મારી અને તમારી કે જેઓ રોજ લાંબી મુસાફરી નથી કરતાં.

સતત કેટલા km ગાડી ચલાવવી જોઈએ તે પ્રશ્નનો સાચો અને કોઈ ફિક્સ જવાબ નથી, તમે ઈચ્છો તો જય સુધી પેટ્રોલ ના ખૂટે ત્યાં સુધી ચલાવી શકો. પણ યોગ્ય રીતે ગાડી પણ સલામત રહે, તેના અંદરના પાર્ટ પણ સલામત રહે અને ગાડીમાં બેસેલા લોકો પણ સલામત રહે તે રીતે ચલાવવી હોય તો સતત કેટલી ચલાવી શકાય. તો જાણવાનો મુખ્ય મુદ્દો છે આજનો. તો આવો સૌની સલામતી રહે તે રીતે ગાડી કેટલી ચલાવાય તે જાણીએ.

બ્રેક ટાઈમ– વ્યક્તિ હોય કે કોઈ યંત્ર દરેકને ટાઈમે-ટાઈમે આરામ(બ્રેક) તો જોઈએ જ. આથી એમ કહીં શકાય  કે ગાડીને પણ ત્રણ કલાક ચલાવો ત્યારે 20-30 મિનિટનો બ્રેક આપવો જોઈએ પરંતુ આપણે ગાડીને વધારે 5-6 કલાક સતત ચલાવ્યા જ કરીએ તો બંનેનું નુકસાન થાય છે. ગાડીનું તો નુકસાન થાય જ છે પણ ક્યારેક થાકના કારણે ચલાવનાર પણ અકસ્માતનો ભોગ બને છે.

3 કલાકમાં ભલે તમે 150 km ચલાવી હોય કે 300 km પણ, સતત 3 કલાક ચાલવાથી ગાડીના અમુક પાર્ટને આરામ આપવો જરૂરી હોય છે.. જે ના આપવાથી ગાડીનો હાઇવે પર પ્રોબ્લેમ ઊભો કરી શકે છે. અને તમે પણ અવાર-નવાર હાઇવે પર ટાયર ફટવાની અને ગાડીમાંથી ધુમાડા નીકળવાની ઘટના જોતાં જ હશો. તો જાણી લો નીચેની ખાસ વાત જેથી હાઇવે પર તમારી સાથે પ્રોબ્લેમ ના થાય.

સતત ચલાવતી વખતે ગાડીમાં ધ્યાન રાખવા જેવા કેટલાક પાર્ટ: આજની ગાડીઓ અનેક સેન્સર વાળી આવે છે. પરંતુ ગાડીના હજુ અમુક પાર્ટ માં પ્રોબ્લેમ આવે તો તે માટેના સેન્સર હજુ નથી બન્યા. આ પાર્ટ જ અમુક વખતે આપણને પરેશાન કરે છે.

ટર્બો : ટર્બોમાં સેન્સર નથી હોતું. મોટે ભાગે લોંગ ડ્રાઈવમાં એન્જિનમાં ટર્બોમાં જ ખરાબી આવતી હોય છે. ટર્બો બગાડવાનું મુખ્ય કારણ જો કોઈ હોય તો તે છે વધારે સમય અને સતત ગાડી ચલાવવી. ગાડીને આરામ આપ્યા વગર સતત ચલાવવાથી ટર્બોનું ટર્બાઇન ફેલ થઈ શકે છે. (ટર્બોમાં ખરાબી હાઇવે પર લોંગ ડ્રાઈવ વખતે જ આવતી હોય છે. – એક સર્વે અનુસાર)

ટાયર: સૌથી વધુ ટાયર ફટવાની ઘટના પણ હાઇવે પર જ થાય છે.  જો આપણે ટાયરની વાત કરીએ તો સામાન્ય રીતે જે ટાયર સીટીના રોડમાં 10-15 હજાર કિમી આરામથી ગાડી ચાલી શકે છે, પરંતુ એ જ ટાયરથી હાઇવે પર 1 હજાર કિમી ચલાવવામાં પણ ડર રહે છે. કારણ કે હાઇવે પર ગરમીના લીધે અને સતત ચાલવાને લીધે ટાયરનું ટેમ્પરેચર વધી જાય છે.

ઘણા લોકો એમ કહે છે કે, ટાયરમાં નાઇટ્રોજન હવા છે તો ટાયર નહીં ફાટે. પણ ઘણા નાઇટ્રોજન હવા વાળા ટાયર પણ ફાટે જ છે. માટે આવી અફવામાં ના રહેતા, અને હાઇવે પર અમુક સમયે ટાયરને આરામ મળે તે માટે 20-30 મિનિટ હોલ્ડ કરો/આરામ કરો.

બ્રેક : બ્રેકમાં અમુક સેન્સર આવે છે પણ હાઇવે પર જ્યારે ગાડી ખૂબ વધારે સમય સુધી અને ફાસ્ટ ગાડી ચલાવે છે ત્યારે થોડી જ બ્રેક લગાવીએ તો પણ બ્રેક એકદમ લાલ થઈ જાય છે તો આમ હાઇવે પર વારંવાર 5-7 વખત બ્રેક લગાવવાથી બ્રેકનું ટેમ્પરેચર હાઇ થઈ જાય છે તેથી બ્રેક ફેલ થવાના ચાન્સ વધી શકે છે. આ ઘટના ચાલુ ગાડી એ બઅને છે માટે સેન્સરના વહેમમાં ના રહેવું.

જરૂરી નોંધ– જ્યારે કોઈ બે-ત્રણ મહિનાઓથી પડેલી ગાડી હોય ચલાવી ના હોય તેવી ગાડીને હાઇવે પર લઈ જતાં  પહેલા તેની ગેરેજમાં યોગ્ય ચેકિંગ કરીને જ તેને હાઇવે પર લઈ જવી વધારે હિતાવહ છે.

સીટબેલ્ટ લગાવીને જ ગાડી ચલાવવી, ઓવરટેક કરવાની કોશિશ ક્યારેય  ના કરવી. ખૂબ જ આરામથી ગાડી ચલાવવી. આપણું જીવન ખૂબ જ મૂલ્યવાન છે. એક વખત ગુમાવ્યું આ મનુષ્ય શરીર નહીં મળે, માટે 3 કલાકે 30 મિનિટનો બ્રેક ખૂબ જરૂરી છે. તમારી અને ગાડીની બંનેની સેફટી માટે.

Post a Comment

Previous Post Next Post