સુરતના મોટા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગની વાત જયારે આવે છે ત્યારે આપણને સવજીભાઈ ધોળકિયાનું નામ જ મોઢે આવતું હોય છે. તેઓ અમરેલીના લાઠીના દુધાળા ગામના છે અને આપણે બધા જ લોકો ડાયમંડ કિંગને ઓળખીએ જ છીએ.
હાલમાં સવજીભાઈ ધોળકિયાના દીકરાનો જન્મ દિવસ હતો અને તે જન્મ દિવસની ઉજવણી આ વખતે કંઈક અનોખી રીતે કરવામાં આવી છે.તેમના દીકરાનું નામ દ્રવ્ય છે અને તેને તેના ૨૬ માં જન્મ દિવસની ઉજવણી કંઈક અનોખી રીતે અને સેવાયજ્ઞ કરીને કરવાનું નક્કી કર્યું હતું.
તો દ્રવ્યએ ૨૦૦ ફૂટ જગ્યામાં તેનું નામ અને ૨૬ નંબર ગાયોથી લખીને હરસુપૂર, દેવળીયા, લાઠી અને દુધાળાની બધી જ ગાયોને ભેગી કરીને ૨૬ અક્ષર બનાવીને ૭૩૫ જેટલી ગાયોને ચારો ખવડાવીને અનોખી રીતે ઉજવણી કરી હતી.
દ્રવ્યાએ ૨૬ દિવસ સુધી આ ગાયોને ચારો ખવડાવવાનો એક નિયમ લઈને તેના જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ ગાયોને ૨૬ નો આંકડો અને દ્રવ્ય નામ પર ઘાસ નાખીને ગાયોને ખવડાવ્યું હતું અને તેના આકાશી દ્રશ્યો પણ લીધા હતા. તેની સાથે સાથે તેઓએ તેમના જન્મ દિવસની ઉજવણી ગાયોને ખવડાવીને ઘાસચારો હજુ ૨૬ દિવસ સુધી નાખવામાં આવશે.
હાલમાં ઉનાળાની ગરમીનું ટેમ્પરેચર વધારે છે એટલે તળાવો પણ ખોદવામાં આવી રહ્યા છે અને તેથી જ આવા પણ સેવાના કામ કરવામાં આવી રહ્યા છે. આમ દ્રવ્યએ તેના જન્મ દિવસને સેવા કરીને યાદગાર બનાવ્યો હતો અને આ જન્મ દિવસ તેને હંમેશા માટે યાદ રહેશે.