મિત્રો બધા લોકો આઈ મોગલના પરચા વિષે તો જાણતા જ હશે. માં મોગલનું નામ લેવાથી જ ભલ ભલાના દુઃખ દૂર થઇ જાય છે. માં મોગલ લોકોના મોટાથી મોટા કામ લઈને નાનાથી નાના કામ પણ કરી આપે છે. માં મોગલ ભાવના ભૂખ્યા છે.
તેમને તમારા કોઈપણ ચઢાવાની જરુર નથી. માં મોગલમાં આસ્થા રાખવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થાય છે.તારંગાના એક બેનની સોનાની વીંટી ખોવાઈ ગઈ હતી. તો તેમને માં મોગલની માનતા રાખી હતી.
જો તેમની સોનાની વીંટી મળી આવી તો તે એક સોનાની વીંટી માં મોગલને ચઢાવશે. વીંટી ખોવાયાના બે વર્ષ પછી તે પરિવારને વીંટી પાછી મળી જતા તે પોતાની બધા પુરી કરવા માટે કચ્છના કબરાઉમાં આવેલા મોગલ ધામમાં સહપરિવાર સાથે આવ્યા હતા.
તે પરિવારે આખી વાત મણિધર ચારણ ઋષિને કહી અને તેમને માનતા પુરી કરવા માટે સોનાની વીંટી આપી તો બાપુએ કહ્યું કે માં મોગલ સોનાની વીંટીનું શું કરશે. તેને તો ભાવની જરૂર છે. મોગલ તો બધાને આપનારા છે.
તેને તમારી પાસેથી કઈ નથી જોઈતું. આમ કહીને બાપુએ તે દીકરીએન સોનાની વીંટી પાછી આપી. આખું મંદિર માં મોગલના જયકારાથી ગુંજી ઉઠ્યું હતું.માં મોગલે તેમના લાખો ભકતોના કામ કરી આપ્યા છે.
માં મોગલના પરચાની વાતો કરવાની શરૂ કરીએ તો એક દિવસ પણ ઓછો પડે. આજે લાખો લોકો માં મોગલમાં આસ્થા રાખે છે. માં મોગલના દરબાર માંથી આજ સુધી કોઈપણ દુઃખી થઈને પાછું નથી ગયું.