મિત્રો આપણે બાધા જાણીએ છીએ કે એક સાન્યાસીનું જીવન ખુબજ તકલીફોથી ભરેલું હોય છે. અમુક લોકો એવી કઠોળ તપસ્યા કરતા હોય છે કે જેમની ભક્તિ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઇ જતા હોય છે. આજે અમે તમને એક આવી જ દીકરી વિષે જણાવીશું કે જે છેલ્લા ૧૨ વર્ષથી તપસ્યામાં લિન છે.
તેની ભકતી જોઈને તમે પણ એકવાર તો આશ્ચ્રર્યચકિત થઇ જશો.આ દીકરી છત્તીસગઢની રહેવાસી છે. આ દીકરીને એટલો ભકતીરસ હતો કે તેને ખુબજ નાની ઉંમરમાં તપમાં લિન થવાનું નક્કી કર્યું હતું.
દીકરી ૫ માં ધોરણમાં ભણી રહી હતી. ત્યારથી તે તપસ્યામાં લિન છે. આજે તે વાતના ૧૨ વર્ષ થઇ ગયા છે. લોકો આ દીકરીને ભગવતી દેવી તરીકે ઓળખે છે. લોકો દૂર દૂરથી આ દીકરીના દર્શન કરવા માટે આવે છે.
દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભાગમતી દેવી જયારે ૫ માં ધોરણમાં અભ્યાસ કરી રહયા હતા ત્યારે એક દિવસ રાત્રે ૧ વાગે તે ગામના નદી કિનારે આવેલા મંદિરમાં તપસ્યામાં લિન થઇ ગયા હતા. સવારે ગામના લોકોને આ વાતની જાણ થઇ અને ત્યાં સ્થાનક બનાવવામાં આવ્યું.
જેમ જેમ લોકોને આ વાતની જાણ થતી ગઈ.તેમ તેમ લોકો આ મંદિરમાં ભાગમતી દેવીના દર્શન કરવા માટે આવે છે. આજે ભાગમતી દેવીને તપસ્યામાં લિન થયે ૧૨ વર્ષ થઈ ગયા છે. તે ૧૨ વર્ષમાં એકપણ વાર ઉઠ્યા નથી. ત્યાંના સ્થાનિક લોકો તેમને દૈવીય અવતાર સાથે સરખાવી રહયા છે.