ગુજરાતમાં ઘણા એવા કલાકારો આવેલા છે આ બધા જ કલાકારોને તેમના સુરથી ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ હોય છે. આ કલાકારો રોજે રોજ ઘણા કાર્યક્રમો કરતા હોય છે એવી જ રીતે હાલમાં અલ્પાબેન પટેલે ડાયરાનો કાર્યક્રમ કર્યો હતો અને આ કાર્યક્રમમાં તેમની પર લોકોએ નોટોનો વરસાદ કરી દીધો હતો.
આ ડાયરો અમરેલીમાં યોજાયો હતો.અમરેલીના મોટા ગોખરવાળામાં આખા ગામ દ્વારા શીમાડા વાળા હનુમાન દાદાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. અહીંયા પાંચ દિવસ સુધી આ કાર્યક્રમ યોજાયો હતો અને બધા જ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
એવામાં ત્રણ દિવસ સુધી અહીંયા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં જુદા જુદા કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.જેમાં ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જુદા જુદા કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી જેમાં અલ્પાબેન પટેલે પણ તેમના સુરની મઝા કરાવી હતી.
અને આ સુર સાંભળીને લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા અને તેમની પર નોટોનો વરસાદ પણ કરી દીધો હતો. સાથે સાથે યસ્વીબેન પટેલ, મનસુખભાઇ વસોયા, અપેક્ષા બેને પણ હાજરી આપી હતી.
અલ્પાબેન પટેલે તેમના સુરની એવી રમઝટ બોલાવી કે ગામના તમામ લોકો ખુશ થઇ ગયા હતા. લોકોએ મનમુકીને અલ્પાબેન પટેલ પર નોટોનો વરસાદ કરી દીધો હતો, અહીંયા બધા જ લોકોએ ત્રણ દિવસ મહોત્સવની મઝા કરી હતી.