કિંજલ દવે સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં રહે છે. હાલમાં તે તેના લાઇફસ્ટાઇલના લીધે લાઇમ લાઈટમાં રહે છે. હાલમાં જ એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ કિંજલ દવે તેના ભાઈ અને થનાર પતિ પવન જોશી સાથે દુબઈના પ્રવાસે ગયેલ અને ત્યારબાદ તે યુએસ પણ કાર્યક્રમના લીધે ગયેલ.આ દરમિયાના તમામ ફોટોઝ તે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાના ચાહકોને આપતી રહે છે.
જ્યારે કિંજલ દવે એ આલીશાન કિંમતી કાર ખરીદી હતી, ત્યારે પણ આ ખુશી તેના ચાહકોને જણાવેલ. તમારે જો કિંજલ દવેની દરેક પળે પળની ખબર જાણવી હોય તો તમે તેમને સોશિયલ મીડિયામાં જરૂર ફોલો કરજો. તેમની દરેક પળેપળની અપડેટ્સ મળતી રહેશે. હાલમાં જ કિંજલ દવે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પ્રાઇવેટ જેટમાં જોવા મળી હતી. આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. ખરેખર કિંજલ ખુબ જ લક્ઝ્યુરિયસ લાઇફ સ્ટાઈલજીવી રહી છે.
તેમની સાથે તેમના પપ્પા લલિત દવે પણ છે. સ્ટોરીમાં તેમને લખ્યું છે કે, ઓફ તું જામનગર.. કિંજલ દવેનો જામનગરમાં એક જાહેર કાર્યક્રમનું આયોજ કરવામાં આવ્યું હતું, જેથી કરીને કિંજલ અને લલિત દવે આ કાર્યક્રમમાં પહોચવા માટે અમદાવાદથી જામગર જવા માટે પ્રાઇવેટ જેટમાં ગયેલ. આ જેટની રોમાંચક સફના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.
ખરેખર કિંજલ દવે જેવી લાઈફ સ્ટાઇલ ભાગ્યે જ કોઈ અન્ય કલાકારની હશે. એક સમય એવો હતો જયારે કિંજલ દવેની ઘરની પરિસ્થતિ ખુબ જ સામાન્ય હટી પરતું જ્યારથી કિંજલ દવે એ સંગીત ક્ષેત્ર નામના મેળવી ત્યાર પછી ક્યારેય પાછળ ફરીને નથી જોયુ. આ સફળતાનો શ્રેય મનુભાઈ રબારીને ફાળે જાય છે કારણ કે તેમના દ્વારા જ કિંજલની કારકિર્દીની શરૂઆત થયેલ અને કિંજલ ચાર ચાર બગડી દ્વારા નામના મેળવી કારણ કે એ પહેલા કિંજલ દવે ને કોઈ ઓળખતું ન હતું.