પુષ્પા….પુષ્પા…પુષ્પા… જ્યાં જાવ ત્યાં બસ એક જ નામની બોલબાલા છે. જ્યાર થી પુષ્પા ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી દરેક લોકોને પુષ્પાનું ભૂત વળગી ગયું હોય એવું લાગી રહ્યું છે. સિનેમા ઘરોમાંથી તો પુષ્પા ફિલ્મ ઉતરી ગઈ પરતું લોકોના મનમાંથી પુષ્પા નથી ઉતરી શક્યો. આ ફિલ્મનો ઝુકેગા નહીં સાલા અને શ્રીવલી સોંગ લોકોના હૈયાના વસી ગયું છે. ત્યારે હાલમાં જ ગુજરાતની લોકપ્રિય ગાયક કલાકારે લોકડાયરામાં ગુજરાતીમાં શ્રીવલી સોંગ ગાઈને લોકીને મંત્રમુગ્ધ કરી દિધા હતા.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, કિંજલ દવે ગુજરાતની કોયલ તરીકે ઓળખાય છે અને દેશ વિદેશોમાં ભજન અને લોકગીતોની રમઝટ બોલાવે છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામમાં તેમને જામનગરમાં યોજાવમાં આવેલ શ્રીમદ્દ ભાગવત કથામાં યોજાયેલ ડાડીયા નાઈટ કાર્યક્રમની માહિતી આપી હતી.કિંજલ દવે પોતાના પિતા સાથે અમદાવાદ થી પ્રાઈવેંટ જેટની સફર માણીને જામગરમાં પહોંચી હતી.
અહિયાં તે જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર, લોકગાયકો વગેરેને જામનગરના મહેમાન બનાવીને તેઓની કલાકૃતિ મંચ પરથી રજૂ કરી હતી. સતત પાંચ દિવસ સુધી દરેક કલાકાર પર ભારે નોટોનો વરસાદ કર્યો છે.તેમાંય ખાસ કરીને ગઈકાલે રાત્રે કિર્તીદાનભાઈ ગઢવી, કિંજલબેન દવે એ મોજ કરાવી હતી.
Kinal dave pic.twitter.com/s4qI6IwqGO
— Today GUJARAT (@TodayGUJARAT1) May 6, 2022
એમાં પણ ખાસ કરીને કિંજલ દવે એ શ્રીવલી સોંગ ગાયું હતું એ પણ ગુજરાતીમાં અને સોંગ ગાતી વખતે પુષ્પા સ્ટાઇલમાં પોતાની દાઢી નીચે કિંજલ હાથ ફેરવીને સૌ કોઈ ને ચોંકાવી દીધા હતા કરતું કિજલનો આ અંદાજ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટા પર શેર કરેલ સ્ટોરીમાં તમે જોઈ શકો છો કે કિજલ આ વીડિયો રિપોસ્ટ કર્યો છે જેમાં તેનો એક અલગ જ સ્વેગ જોવા મળ્યો છે. મહત્વની વાત એ કે આ કાર્યક્રમમાં નોટનો વરસાદ થયો હતો જે જામનગર ઈતિહાસમાં પહેલીવાર બન્યું.