ખજુરભાઈ બાદ હવે સવજીભાઈ કપરાડા ના ગામો માં જળ સંકટ દૂર કરવા પહોંચ્યા..કરશે આ મોટું કામ ..જાણો

ખજુરભાઈ બાદ હવે સવજીભાઈ કપરાડા ના ગામો માં જળ સંકટ દૂર કરવા પહોંચ્યા..કરશે આ મોટું કામ ..જાણો

સુરતના પદ્મશ્રી સવજી ધોળકિયા 150 ઇંચ વરસાદ છતાં લોકો પાણી વગર તરસ્યા રહેતા હોઈ એવા કપરાડા પહોંચ્યા હતાં. મહારાષ્ટ્ર બોર્ડરના ચેપા, મોટી પલસણ સહિતના વિસ્તારમાં સવજીભાઇ ધોળકિયા 5 કિ.મી. સુધી ચાલીને ગ્રામજનો પાસે પાણીના વિકટ પ્રશ્ન અંગેની માહિતી મેળવી હતી. તેમણે કાયમી પ્રશ્ન ઉકેલવા 15 જેટલા ચેકડેમો બાંધવાની તૈયારી દર્શાવી હતી. આ ઉપરાંત ગ્રામજનો બાંયધરી આપે તો કામ ચાલુ કરવાની ખાતરી પણ આપી હતી.

સુરતમાં વલસાડ જિલ્લાના કપરાડા ગામમાં આઝાદી બાદ પણ પ્રાથમિક સુવિધાઓ મળી શકી નથી. ખાસ કરીને ઉનાળામાં લોકો પાણી માટે વલખાં મારે છે. શુક્રવારે સવજી ધોળકિયાની ટીમ પહાડી વિસ્તારના ગામડાઓમાં જઇને પ્રત્યક્ષ મુલાકાત લઇ 5 કિલોમીટર જેટલું ચાલી અંદરના ગામડાઓમાં પાણીની સમસ્યા છે તે સમસ્યા કેવી રીતે હલ કરી શકાય તે માટે વિચાર વિમર્શ કરી સિરીઝ ઓફ ચેકડેમ કરી શકાય તેવો તેમનો વિચાર વ્યક્ત કર્યો હતો.

પાણી સમસ્યાના ઉકેલ માટે સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો. સવજીભાઇએ 15 જેટલા ચેકડેમો બાંધી આપવાની પણ તૈયારી દર્શાવી હતી. તેમણે ગ્રામજનોને જણાવ્યું હતું કે કાયમી પાણી સમસ્યા ઉકેલાય તે માટે સરપંચ, તલાટી અને ગ્રામજનો ચેકડેમો બાંધવાની લેખિત બાંયધરી આપે તો જ તરત કામ ચાલુ કરવામાં આવશે. સવજીભાઈ ધોળકીયા ઉપરાંત યુવા ઉદ્યોગપતિ રાકેશ દૂધાત, આર્કિટેક રાજેશ મકવાણા, વૈભવભાઇએ પણ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. જેમાં ગ્રામજનોએ પાણી માટે પડતી મુશ્કેલી અંગેની વ્યથા રજૂ કરી હતી. તેમજ કૂવા અને બોરિંગ સૂકાતા ઉનાળામાં પીવાના પાણી માટે કેવી રીતે પાણી લાવવામાં આવે છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

થોડા-થોડા અંતરે ચેકડેમો બાંધી વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે

કપરાડામાં પ્રત્યક્ષ મુલાકાતે પહોંચેલા સવજીભાઇએ સિરીઝ ઓફ ચેકડેમ કરી શકાય તેવો તેમનો વિચાર વ્યક્ત કર્યો હતો. જો સરકાર મંજૂરી આપે અને ગામલોકો સહકાર આપે તો આ ગામડાઓના પાણીની સમસ્યા કાયમ માટે દૂર કરી શકાય તે માટે જરૂરી ખર્ચ કરવાની તૈયારી બતાવી છે. ગામના કેટલાક આગેવાનો અને નાગરિકોને મળી તેના વિશે ચર્ચા કરી હતી. જેથી અગામી સમયમાં કપરાડામાં પાણીનો પ્રશ્ન હલ થઇ શકે.

ગોકળગતિએ ચાલતી એસ્ટોલ યોજનાની કામગીરી

કપરાડાના પહાડી વિસ્તારમાં પાણી પહોંચાડવા સરકારે 580 કરોડના ખર્ચે એસ્ટોલ પાણી પુરવઠા યોજના અંતગર્ત કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી પૂર્ણ થઇ શકી નથી. ઠેર-ઠેર રસ્તામાં પાણીની લાઇનના પાઇપો જોવા મળી રહ્યાં છે.

નિતીન જાનીએ ઘોટવણમાં પાણીના ટાંકાની સુવિધા કરી હતી

કપરાડાના ઘોટવણ ગામની મહિલાઓ પાણી લેવા માટે કૂવામાં ઉતરવા મજબૂર બની રહી છે. આ પ્રશ્નો ઉકેલવા નિતીન જાનીએ ઘોટવણ ગામની મુલાકાત લઇ પાણીના ટાંકાની સુવિધા ઉભી કરી હતી. મહિલાઓ સાથે ખજૂરભાઇએ સંવાદ કર્યો હતો.

આગેવાનોને એકત્ર કરી નિર્ણય લેવાશે

અમારા ગામો મહારાષ્ટ્ર બોર્ડર તરફ આવ્યાં છે. પાણીનો પ્રશ્ન ઉકેલવવા સુરતના ઉદ્યોગપતિએ ખાતરી આપી છે. હવે ગામના આગેવાનોને એકત્ર કરી બેઠક કરીશું. ત્યારબાદ ચેકડેમોના નિર્માણના કાર્યને આગળ લઇ જવાનો પ્રયાસ કરીશું.

Post a Comment

Previous Post Next Post