કલાકાર અલ્પા પટેલ અમરેલી કાર્યક્રમ માં લોકો એ કરી દીધો રૂપિયા નો વરસાદ.

કલાકાર અલ્પા પટેલ અમરેલી કાર્યક્રમ માં લોકો એ કરી દીધો રૂપિયા નો વરસાદ.

ગુજરાત માં ડાયરાઓ નું અનેરું મહત્વ જોવા મળે છે. ગુજરાત માં રોજે રોજ અલગ અલગ જગ્યા એ ડાયરાઓ યોજાતા જ હોય છે. ગુજરાત ના ડાયરાના કલાકારો દેશ માં જ નહિ પણ વિદેશ માં પણ અનેક પ્રોગ્રામો કરતા હોય છે. ડાયરાઓ ના પ્રોગ્રામ હોય એટલે લોકો દૂર દૂર થી ડાયરાની મજા માણવા આવતા હોય છે.

એવા જ એક લોકો ના પ્રિય કલાકાર અલ્પા પટેલ છે. અલ્પા પટેલ નો પ્રોગ્રામ હોય એટલે હજારો ની સંખ્યા માં લોકો ઉમટી પડતા હોય છે. અલ્પા બેન પટેલ ના કાર્યક્રમ માં લોકો દૂર દૂર થી આવે છે. તાજેતર માં અલ્પા પટેલ નો કાર્યક્રમ હતો એમાં અલ્પાબેન પટેલે લોકો ને મોજ કરાવી દીધી હતી. અમરેલી જિલ્લા ના મોટા ગોખરવાળા માં શીમાડા હનુમાન દાદા ના મંદિર નો પ્રાણપ્રતીષ્ઠ નો કાર્યક્રમ હતો. અહીં ત્રણ દિવસ સુધી યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં દરરોજ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવતા હતા. એમાં એક દિવસ ડાયરાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. અને એમાં લોકો ના પ્રિય કલાકાર અલ્પાબેન પટેલે હાજરી આપી હતી. આ દરમિયાન અલ્પાપટેલે ડાયરાની એવી રમઝટ બોલાવી દીધી કે લોકો ઝુમી ઉઠ્યા. અલ્પાબેન પટેલ ના પ્રોગ્રામ માં લોકો એ તેના પર નોટો નો વરસાદ કરી દીધો હતો.

આ ઉપરાંત યશ્વીબેન પટેલ, મનસુખભાઇ વસોયા, અપેક્ષાબેન વગેરે એ હાજરી આપી હતી. લોકો એ આ કલાકારો પર રૂપિયા નો વરસાદ કરીને ચારેબાજુ રૂપિયા ની પથારી કરી દીધી હતી. લોકો એ આ કાર્યક્રમ માં ખુબ જ મજા પડી હતી.

Post a Comment

Previous Post Next Post