રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અનેક ધંધાઓમાં ખૂબ જ અસર જોવા મળી છે જેમાં મુખ્ય અસર હીરાઉદ્યોગમાં જોવા મળે છે અને આજે હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદી આવી ગઈ છે. હીરાઉદ્યોગને ફરીથી લાવવા માટે સુરતમાં સુરતમાં કેચર્સ ડાયમંડ એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. દુનિયાભરના હીરા જોવા મળશે પરંતુ રશિયાના હીરા નજર આવશે નહીં. સુરત ડાયમંડ એસોસિયેશન સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું છે કે નાના મોટા હીરા ખરીદદારો પણ સીધા સંપર્કમાં આવીને વિશ્વભરના પોતાના ધંધા રોજગાર માં તેજલ આવી શકે છે.
2018માં પણ ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું હતું જે પૂર્ણ રીતે સફળ બની હતી. પરંતુ કોરોના મહામારી બાદ ખૂબ જ મોટી અસર ધંધામાં જોવા મળી હતી. અને મોટી સંખ્યામાં થી દૂર દૂરના લોકો તેમજ વેપારીઓ આ આયોજનમાં ભાગ લીધો હતો. B2B સુરત ડાયમંડ દ્વારા અનેક રસ્તા ખોલી દેવામાં આવ્યા છે જે ધંધા-રોજગારમાં તાત્કાલિક ધોરણે તે જોવા મળશે અને જેમાં અનેક ઝવેરી અને મનપસંદ હીરા જોવા મળશે.
આ વર્ષે ખૂબ જ મોટી એજ્યુકેશન જોવા મળશે જેમાં અલગ અલગ રાજ્યના મોટા હીરા વેપારીઓ પણ પોતાના ધંધા-રોજગાર માટે હીરા કરતા નજર આવશે. તેમજ આગામી કેટલાક સમયમાં ભારતના નાના-મોટા શહેરોમાં ભવ્ય રોડ શો જોવા મળશે. અત્યારે આ આયોજન માટે ખૂબ જ જોરદાર તૈયારીઓ સુરતમાં ચાલી રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાંથી એક નહીં પરંતુ ભારતમાંથી અનેક લોકો અહીંયા આવી શકે છે.
મળતી માહિતી મુજબ પર ભારત જ નહીં પરંતુ વિદેશમાંથી પણ લોકો આવવા માટે ઓનલાઇન બુકિંગ કરાવી રહ્યા છે. જેમ કે અમેરિકા લન્ડન દુબઈ હોંગકોંગ તેમજ થાઈલેન્ડ થી મોટા મોટા હીરો ના વેપારીઓ સુરતની મુલાકાત તેમ જ આયોજનને લાભ લેવા માટે તૈયારી દાખવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ૧૫ હજારથી પણ વધુ વ્યાપારી સુરતમાં આ આયોજનમાં ભાગ લઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ સમગ્ર દુનિયા પર થી લોકો આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે પરંતુ રશિયાને આમાં ભાગ લેવા દેવામાં આવવાનો નથી. કારણ કે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરવાના બાબતે અનેક પ્રતિબંધ સમગ્ર દુનિયા પર મૂકવામાં આવ્યા છે તેમ જ રશિયાના હીરા અમેરિકા સહિત બીજા દેશો ન લેવાનો નિર્ણય કરી લેતા. ભારત માટે એક ખૂબ જ સારા સમાચાર જોવા મળી રહ્યા છે કારણ કે ફરી એકવાર હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળશે.