આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેરનાં ગોવિંદભાઈ પોતાનું જીવન સેવા કાર્યમાં જ વિતાવે છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ સરહાનીય છે. વાત જાણે એમ છે કે, સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ ખૂબ જ સુંદર કાર્ય શરૂ કર્યું છે. વતનનું ઋણ ચૂકવવા અને ગોવિંદભાઈ ધોળકિયાએ ગુજરાતના ડાંગ જિલ્લામાં 311 હનુમાન મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લીધો છે.
ગોવિંદ ધોળકિયા અને ડાંગમાં આદિવાસી બાળકોના શિક્ષણ માટે સેવા કરનારા પીપી સ્વામી એક વખત ત્યાંથી પસાર થતા હતા ત્યારે હનુમાનજીની મૂર્તિ ઝાડ નીચે ખંડિત હાલતમાં જોવા મળી હતી. આ દૃશ્ય જોઈને ગોવિંદભાઈએ પૂછ્યું તો સ્વામીજીએ કહ્યું કે, અહીં આવાં દ્રશ્યો જોવા મળે છે. બસ, આ દ્રશ્ય જોયા પછી ડાંગનાં 311 ગામોમાં હનુમાનજીનાં મંદિરો બાંધવાના સંકલ્પ સાથે ગોવિંદભાઈએ નિર્માણ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો.
વાત જાણે એમ છે કે, ગોવિંદભાઈના 14 મંદિરનું લોકાર્પણ પણ થઈ ગયું છે. એક વખત ઝાડ નીચે હનુમાનજીની મૂર્તિ ખંડિત હાલતમાં જોતા ગોવિંદભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. ત્યાર બાદથી તેમણે 311 મંદિર બનાવવાનો નિર્ધાર કર્યો હતો. જે મંદિર બાંધવાના યજ્ઞનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના શુબિર તાલુકાના લહાર ઝાડદર ખાતે 14 મંદિરોનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે. જેની પ્રાણપ્રતિષ્ઠા રામજન્મભૂમિ ક્ષેત્રના અધ્યક્ષ ગોવિંદ દેવગિરી મહારાજના હસ્તે કરવામાં આવનાર છે.
મંદિરોના નિર્માણ પાછળનો હેતુ હનુમાનજી મંદિરમાં લોકોમાં ભક્તિ, સેવા સ્મરણ સાથે ગામની એકતા વધે અને વ્યસન મુક્તિ સહિત સંસ્કારના સમન્વય સાથે તીર્થ બને તેવો છે. ડાંગમાં મંદિર નિર્માણ પાછળનું કારણ ધાર્મિક છે. શબરી માતા અને ભગવાન શ્રીરામની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પણ પ્રસિદ્ધ છે.