સવજી ધોળકિયાએ પોતાના જન્મદિવસ પર એવું ઉત્તમ કામ કર્યું કે વર્ષો સુધી તેમના ગામના લોકોને આનો સીધો ફાયદો થશે.

સવજી ધોળકિયાએ પોતાના જન્મદિવસ પર એવું ઉત્તમ કામ કર્યું કે વર્ષો સુધી તેમના ગામના લોકોને આનો સીધો ફાયદો થશે.

મિત્રો તમે બધા લોકો ઉધોગપતિ સવજી ધોળકિયાને તો જાણતા જ હશો. તે અવાર નવાર સમાજ સેવા કરીને સમાજને મદદરૂપ થતા હોય છે. ફરી તેમને કઈ આવુજ કઈ કર્યું છે. તેમને પોતાના જન્મદિવસના દિવસે એવું કામ કર્યું કે તેમના ગામના લોકોને વર્ષો સુધી તેનો ફાયદો થશે.

દરેક લોકો આજે તેમના આ કામની ખુબજ પ્રસંશા કરી રહ્યા છે.સવજી ધોળકિયાએ પોતાના જન્મદિવસ પણ પોતાના વતનમાં એક સાથે ૬ હજાર જેટલા સફળજનના ઝાડ વાવીને એક ઉત્તમ કર્યા કર્યું છે. મોટા ભાગે સફરજનની ખેતી કાશ્મીરમાં જ થાય છે પણ હવે સફરજનની ખેતી સૌરાષ્ટ્રમાં પણ થશે.

સવજી ભાઈનું મૂળ વતન અમરેલી જિલ્લામાં આવેલું લાઠી ગામ છે. સફરજનના છોડ વાવવા માટે મોટી સંખ્યામાં તેમના ગામના લોકોએ ભાગ લીધો હતો.આવનારા વર્ષ્યોમાં જયારે આ ૬ હજાર ઝાડ પરથી જયારે સફરજન ઉતરવા માંડશે તેની સીધો લાભ તેમના ગામના લોકોને થશે.

તેમને સફરજનના ૬ હજાર રોપાઓ લાઠી ગામે આવેલા તેમના ફાર્મહાઉસમાં વાવ્યા છે. તેમની ત્યાં દેખરેખ કરીને સફળજનની સફળ ખેતી કરીને એક નવતર પ્રયોગ કરવામાં આવશે.

બધા લોકોએ સવજી ભાઈના કામને ખુબજ બિરદાવ્યા હતા. જો આ કામ સફળ થયું તો ગામના લોકોએ આનો વર્ષો સુધી સીધે સીધો ફાયદો થશે. સવજી ધોળકિયા અવારનવાર આવા કામો કરતા રહે છે. પોતાના જન્મદિવસે પોતાના ગામમાં ૬૦૦૦ ઝાડ વાવીને સમાજ સેવાનું ઉત્તમ કામ કર્યું છે.

Post a Comment

Previous Post Next Post