ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે અવારનવાર ચર્ચામાં આવે છે, ત્યારે ફરી એકવાર હાલમાં સોશિયલ મીડિયામાં પવન અને કિંજલ ની ચર્ચાઓ થઈ રહી છે. વાત જાણે એમ છે કે, કિંજલ અને પવન પોતાના સગાઇના 4 વર્ષ પૂર્ણ કરવાની ખુશી ખૂબ જ અનોખી રીતે ઉજવી છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, કંઈ રીતે તેમને સગાઈની એનવર્સી ની ઉજવણી કરી. વાત જાણે એમ છે કે, આ શુભ અવસર પર પવન જોષીએ તેના માટે ઈન્ટાગ્રામ પર એક ખાસ વીડિયો પોસ્ટ કર્યો છો. આ વીડિયોની સાથે પવને એક સ્પેશ્યલ મેસેજ પણ શેર કર્યો છે.
આપણે જાણીએ છે કે, આજ થી 4 વર્ષ પહેલાં એટલે કે, 18 એપ્રિલ 2018 નાં રોજ કિંજલ દવેની સગાઈ થઈ હતી. ઉત્તર ગુજરાતના પાટણના જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી કિંજલ દવે આજે ગુજરાત સહિત વિશ્વભરમાં પોતાના કંઠના કામણના કારણે જાણીતી છે. લોકડાયરો, સંગીત સંધ્યા, ગરબા, સંતવાણી સહિતના વિવિધ પ્રોગ્રામોમાં કિંજલ દવેએ પોતાના અવાજથી દર્શકોના દિલ જીતી લીધા છે. કિંજલ દવેની સગાઈ બઅમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા પવન જોશી સાથે થઈ છે. પવન જોશી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામના વતની છે અને હાલ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. કિંજલ અને પવન બાળપણના જ મિત્ર છે
સગાઇ 4 વર્ષ તેમને સાથે જ વિતાવ્યા છે અને પવન સદાય કિંજલનો પડછાયો બન્યો છે. આજે જ્યારે બંને 5માં વર્ષમાં પ્રવેશ્યા છે, ત્યારે પવન પોતાની લાગણીઓ વ્યકત કરી છે.પવન એક વીડિયો પોસ્ટ કરેલ. આવીડિયોમાં જોઈ શકાય છે કે કિંજલ અને પવન એક બીજા સાથે ખૂબ જ બ્યુટીફુલ મુમેન્ટ સ્પેન્ડ કરી રહ્યા છે. અને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. પવન એક ખાસ મેસેજમાં કિંજલ દવેને જણાવ્યું છે
પવન લખ્યું કે, કિંજલ તેની લાઈફમાં કેટલી ઈમ્પોર્ટન્ટ છે. બન્નેનો આ રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને લોકોને તેમનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. વીડિયો શેર કરતા પવને કેપ્શનમાં લખ્યું છે, “અને હું તને જ પસંદ કરીશ, સો જન્મોમાં, સો દુનિયામાં, રિયાલિટીના કોઈ પણ વર્ઝનમાં હું તને જ શોધીશ અને તને જ પસંદ કરીશ.” @thekinjaldave પ્રેમ અને મસ્તી સાથે પાંચમાં વર્ષમાં પ્રવેશ #4yearsoftogetherness હેપ્પી એન્ગેજમેન્ટ એનિવર્સરી લવ. આ સાથે પવને એક હાર્ટ વાળુ ઈમોજી અને કેમરા વાળુ ઈમોજી પણ પોસ્ટ કર્યું છે. આ વિડીયો તમે જોશો તો તમે પણ તેમના બંનેનાં પ્રેમમાં મોહી જશો.