રાજભા ગઢવીને મળ્યા નવા મિત્ર ?? રોજ ફાર્મ પર આવે છે સિંહ પાણી પીવા જુવો વિડીઓ...

રાજભા ગઢવીને મળ્યા નવા મિત્ર ?? રોજ ફાર્મ પર આવે છે સિંહ પાણી પીવા જુવો વિડીઓ...

સિંહ એ જંગલનો રાજા છે અને સિંહની એક ઝલક નિહાળવા માટે માણસ આતુર રહેતો હોય છે. હવે વિચાર કરો કે જો તમને રોજિંદા સિંહના દર્શન થાય તો? તમે કહેશો કે આ તે કેવી રીતે શક્ય છે! અમે આપને જણાવી દઇએ કે લોકપ્રિય કલાકાર રાજભા ગઢવીને સિંહ સાથે મિત્રતા બંધાય ગઈ છે અને રોજ તેઓ સિંહને નિહાળે છે. આપણે જાણીએ છે કે, ગીર સિંહ અને માલધારી વચ્ચે અતૂટ મિત્રતા હોય છે કારણ કે, તેઓ બંને એક જ જંગલમાં રહે છે.

બસ આજ મિત્રતાનો સંબંધ રાજભા અને સિંહ વચ્ચે જોવા મળ્યો છે. આપણે જાણીએ છે કે, રાજભા ગઢવી ગીરમાં રહે છે અને તેમનો ફાર્મ હાઉસ પણ ગીરના ખોળે આવેલ છે. હાલમાં જ્યારે ઉનાળો ચાલી રહ્યો છે, આ કારણે વન વિભાગ દ્વારા જંગલોમાં પાણીના કુંડ બનાવવામાં આવે છે અને આ કુંડમાં સિંહો પોતાની તરસ બુજાવવા માટે આવે છે. ખરેખર જ્યારે સિંહ પાણી પીતો હોય અને એ પળને નિહાળવી તેનું વર્ણન શબ્દોમાં શક્ય નથી.

બસ આ જ અનહદ પળનાં સાક્ષી રોજ રાજભા ગઢવી બને છે. હાલમાં જ ફેસબુક પર તેમને એક વીડિયો શેર કરેલો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાજુ તેમનું ફાર્મ હાઉસ છે અને બિજી બાજુ ગીર અભ્યારણ્યનો આરક્ષિત વિસ્તાર છે આ બંનેની વચ્ચે ફીસિંગ લાગેલ છે. રાજભાના ફાર્મ હાઉસની પાસે જ પાણીનો કુંડ છે. જ્યાં સિંહ રોજ પોતાની તરસ બુજાવવા માટે આવે છે.

રાજભા ગઢવી એ પોતાના કેપશનમાં લખ્યું કે, રોજ સાંજ પડે અને નરસિંહ મારા ફાર્મમાં પાણી પીવા આવે છે અને હું મને ભાગ્યશાળી સમજુ છું. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ક ચર્ચાનો વિષય બન્યો છે.ખરેખર આવું દ્ર્શ્ય જો રોજ મળે જોવા તો એનાથી વધારે આ દુનિયામાં ભાગ્યશાળી કોણ હોય શકે છે? ખરેખર રાજભા ગઢવીનો આ વીડિયો હાલમાં સૌ કોઈને મનને હરિ લીધું છે.

Post a Comment

Previous Post Next Post